48 કલાકમાં આખું ગુજરાત રેલમછેલ થઈ જશે, અંબાલાલ પટેલે કરી ભારેથી અતિભારે વરસાદની ઘાતક આગાહી

Lok Patrika
By Lok Patrika
Share this Article

બિપરજોય વાવાઝોડું જતું રહ્યું હોવા છતાં કચ્છમાં વરસાદનો દોર યથાવત છે. ત્યારે માંડવીમાં 8.5 ઈંચ, અંજારમાં આખા દિવસનો 8 ઈંચ વરસાદ, ભચાઉમાં આખા દિવસનો કુલ 8 ઈંચ વરસાદ તેમજ ભુજમાં મેઘ સવારી ચાલુ રહેતા રાત સુધીમાં કુલ 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે અને 48 કલાક માટે ઘાતક ગણાવી છે.

અંબાલાલે વાત કરી કે આગામી 48 કલાક સુધી ગુજરાતનાં ભાગોમાં વરસાદ થશે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની વકી છે. જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાનનાં ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

lok patrika biparjoy cyclone update

ગુજરાતને જોડતી નદીઓમાં પણ પુર આવે એવી પુરેપુરી આગાહી કરવામાં આવી છે. ત્યારે પૂર્વ તરફ વાવાઝોડું આગળ વથતા બંગાળનાં ભેજને આકર્ષવાનું છે.

આ પણ વાંચો

સરકારની પૂર્વ તૈયારીએ મહા વાવાઝોડા સામે લડવામાં ભરપૂર મદદ કરી, આ એક સિસ્ટમ દરેક મુશ્કેલી માટે નિવારક બની

ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો, આજે મુશળધાર વરસાદ પડશે, બિપરજોયની નવીનતમ સ્થિતિ જાણી લોકો ફફડ્યાં

ત્રાટકીને વિનાશ વેરી ગયું, પરંચુ હવે મહા વાવાઝોડા બિપરજોયની ‘આફ્ટર ઇફેક્ટ’માં આટલા પડકારો સરકારને ભીંસ પાડી દેશે

અંબાલાલ પેટેલે આગળના દિવસો વિશે પણ આગાહી કરી છે. 20 થી 24 સુધીમાં દેશનાં મધ્યભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 25 થી 27 તારીખ સુધી ગુજરાતનાં ભાગો સુધી વરસાદ આવે તેવી શક્યતા છે. તેમજ બંગાળનાં ઉપસાગરમાં 21, 28 જૂન અને પહેલી જુલાઈએ હવાનું દબાણ થશે. ત્યારે ગુજરાતીઓને ખાસ 2 દિવસ એટલે કે 48 કલાક સાવધાન રહેવાની વાત કરવામાં આવી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly