વરિષ્ઠ પત્રકાર વસંત મહેતા ( અમદાવાદ ) : અમદાવાદ શહેરમાં બહેરામપુરા માં આવેલ દાનેવ ફાઉન્ડેશન સંસ્થા દ્વારાઅબોલ પશુ પક્ષીઓની સારવાર માટે આધુનિક સુવિધાથી સજજ એવી હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ એવું મોડ્યુલર ઓપરેશન થિયેટર, વેન્ટિલેટર, સોનોગ્રાફી મશીન, IiTV C ARM મશીન,એક્સ રે મશીન એનિમલ એમ્બ્યુલન્સ, ફિઝિયોથેરાપી માટેના નાના-મોટા અનેક ઉપકરણો નો સમાવેશ આ હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે જેના કારણે અબોલ જીવોની ચોકસાઈપૂર્વક સારવાર કરવામાં આવે છે.
દાનેવ ફાઉન્ડેશન દ્વારા 2017 થી અબોલ જીવોની નિસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે એમ સંસ્થાના અગ્રણી એવા પૂર્વીબેન રાહુલભાઈ શાહે એક વાતચીતમાં જણાવ્યું હતું ઘાયલ પશુ પક્ષીઓની સારવાર ઉપરાંત કેટલીક સેવાકીય અન્ય પ્રવૃત્તિઓ પણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આરોથી શુદ્ધ કરેલ ઠંડા પાણીની પરબ 365 દિવસ ચાલુ હોય છે.
આ વિસ્તાર મજુર વર્ગ હોવાથી છેલ્લા એક વર્ષની નિશુલ્ક ખીચડી નું પણ વિતરણ કરવામાં આવે છે. અગત્યની વાત કરતા તેમને જણાવ્યું કે અમે રોટી બેંક શરૂ કરી છે એમાં ઘરમાં વધેલી રોટલી ને એકત્રીત કરી રસ્તે રખડતાં શ્વાનો ને ભોજન પૂરું પાડવામાં આવે છે જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં પણ આપણે કેમ પાછળ રહીએ તો તેમને 60જેટલા વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષણ પણ પૂરું પાડી રહ્યા છે.
કેનેડામાં રહેતા ભારતીયો માટે લોટરી લાગી! જસ્ટિન ટ્રુડોના આ નિર્ણયથી મળી શકે છે સ્થાયી નાગરિકતા
અદાણી ગ્રુપ સામે યુએસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં સામેલ જજ રાજીનામું આપશે
અંતમાં તેમના પુસ્તક પરબની વાત કરી અહીં કેટલાક લોકો પુસ્તકો મૂકી જાય છે અને વાંચનના શોખ ધરાનારા ના મનગમતા પુસ્તક માટે લઈ જાય છે આમ લાઇબ્રેરી નું કામ પણ કરી લોકોમાં વાંચન શોખ જગાડવાની પ્રવૃત્તિ પણ તેઓ કરી રહ્યા છે.