હાલમાં જ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ છે અને જેના કારણે ગુજરાતના યુવાનોમાં અનેરો આનંદ પણ છે. ત્યારે હવે ફરીથી એક સારા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત પોલીસ ભારતી કરી રહી છે અને એ પણ મોટી માત્રામાં. ગુજરાત પોલીસ ભરતીને લઈને આ પહેલાં પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું હતું કે, આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.
ગુજરાતના યુવાઓ માટે પોલીસ સેવાની સુવર્ણ તક…
આગામી વર્ષમાં ૯૦૦૦ થી વધુ LRD અને નવા PSIની ભરતી કરવામાં આવશે….
— Harsh Sanghavi (@sanghaviharsh) October 29, 2022
હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએઅ ભરીથી ભરતીને લઈ એક મોટી વાત કરી છે. આ મોટું નિવેદન સામે આવતા જ ચર્ચાઓ થઈ રહી છે. મીડિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે આગામી સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો દરમિયાન પણ કરેલી જાહેરાત પર હવે ક્યાંકને ક્યાંક કામ થશે એવું લાગી રહ્યું છે.