Gujarat Weather Update: રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ હવે રાજ્યના ઠંડીમાં ઘટાડો થશે, તાપમાનમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. આગામી સમયમાં ગરમીનો અનોખો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ 3થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનુ અહેસાસ થશે.
ગાંધીનગરમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું
વેસ્ટર્ન ડીટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે, ગરમીની સાથે સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે.
અદાણીનો શેર માર્કેટમાં ધડાકો, વિદેશી રોકાણકારો પણ ખૂબ ખુશ, આ શેરમાં શેરને બમ્પર નફો, જાણો વિગત
તમને જણાવીએ કે, પવનની ગતિ 15 કિમી આસપાસની સંભાવના છે. જોકે હાલ ગાંધીનગરમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.