વાવાઝોડાના પગલે ગુજરાતમાં કેવો વરસાદ પડશે, પાંચ દિવસ કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat weather report :  રાજ્યમાં ચક્રવાતના ખતરાથી દરેક ગુજરાતી ચિંતિત છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન (Depression) સક્રિય થયું છે જે 24 કલાકમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. ચક્રવાતનો રસ્તો ઓમાન તરફ હોવાની શક્યતા છે. હજુ તો વાવાઝોડાની દિશા આજે જાણી શકાશે. બીજી તરફ હવામાન વિભાગે (Meteorological department) આગામી પાંચથી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરી નથી.

 

 

શુક્રવારે બપોરે હવામાન વિભાગે વાવાઝોડાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી હતી. વાવાઝોડા અંગેની પરિસ્થિતિની સ્પષ્ટતા કરતા અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ‘ચક્રવાતની રચના બાદ હવે તે એક અલગ લો પ્રેશર બની ગયું છે, અને હવે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જે આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનશે. જે બાદ આ સિસ્ટમ 22મીએ ગંભીર ચક્રવાતી તોફાન બનવાની સંભાવના છે. તેની હિલચાલ દક્ષિણ ઓમાન અને MN કોસ્ટ તરફ હશે.

 

 

આ વાવાઝોડાની અસર ગુજરાત પર પડશે કે નહીં તે અંગે પણ હવામાન વિભાગે માહિતી આપી છે. ગુજરાતના દરિયાકિનારે આ સિસ્ટમની શું અસર છે તે સમજાવતા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “ગુજરાતનું દરિયાકાંઠાનું વાતાવરણ ખરાબ નહીં હોય. વરસાદ અને ભારે પવનની આગાહી પણ નથી. માછીમારો માટે પણ કોઈ ચેતવણી નથી.  પરંતુ સાઉથ વેસ્ટ અરેબિયન સીમાં વોર્નિંગ રહેશે. એટલે માછીમારોએ તે બાજુ ન જવું.’

 

 

આ સિવાય હવામાન વિભાગે માહિતી આપી છે કે અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેજ નામના ચક્રવાતને કારણે સમુદ્રમાં ખતરો સર્જાઈ શકે છે. તકેદારીના ભાગરૂપે ઓખા બંદર પર 1 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

 

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, ‘દક્ષિણ-પૂર્વ-દક્ષિણ-મધ્ય અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સક્રિય બન્યું છે, અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન સર્જાય તેવી શક્યતા છે. જોકે, આ સિસ્ટમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. માછીમારોને દક્ષિણ-પૂર્વ-દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી હતી કે 17 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં સિસ્ટમ રચાશે. આ સાથે તેમણે કહ્યું હતું કે વાવાઝોડાની શ્રેણી શરૂ થઈ ગઈ છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબૂત થશે. તોફાન 21 થી 24 ઓક્ટોબરે વધુ તીવ્ર બનશે. તેની ઝડપ 150 કિમી થવાની સંભાવના છે.

 

આવી રહ્યું છે તેજ વાવાઝોડું…. 21 તારીખથી તબાહી મચાવતું રૂપ ધારણ કરશે, જાણો હવામાન વિભાગની આગાહી

અચાનક ખાતામાં 1000 રૂપિયા આવે તો ચેતજો ગુજરાતીઓ! છોકરીનો કોલ આવશે અને કહેશે કે મારા પૈસા આપી દો, પછી…

આવી રહ્યું છે તેજ વાવાઝોડું…. 21 તારીખથી તબાહી મચાવતું રૂપ ધારણ કરશે, જાણો હવામાન વિભાગની આગાહી

 

ભારતીય હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાતી વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રમાં હવામાન બદલાવાની ચેતવણી આપી છે.આઈએમડીએ જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 ઓક્ટોબરે સમગ્ર દેશમાંથી વિદાય લઈ ગયું છે. દક્ષિણ-પશ્ચિમ નીચા દબાણનો વિસ્તાર છે. પૂર્વ અને દક્ષિણ -પશ્ચિમ અરબી સમુદ્રની નજીક સ્થિત છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી દરિયાના ગરમ તાપમાનને કારણે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત વિકસિત થવાની સંભાવના છે.

 

 

 


Share this Article
TAGGED: , ,