એક વ્યક્તિએ તેની પત્નીને રસ્તામાંથી દૂર કરવા માટે ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. તે તેની ગર્લફ્રેન્ડ સાથે શિફ્ટ થવા માંગતો હતો. આવી સ્થિતિમાં તેણે પત્નીને મારવા માટે 10 લાખ રૂપિયામાં ચાર શૂટર્સને રાખ્યા. શૂટરોએ તેની પત્નીને પણ ગોળી મારી હતી પરંતુ તે બચી ગઈ હતી. આ મામલો ઇન્ડોનેશિયાનો છે જ્યાં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ માટે તેની પત્નીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. તે માણસ સૈનિક હતો. તેણે ચાર શૂટરોને 10 લાખ રૂપિયામાં પત્નીની સોપારી આપી હતી. તેણે તેની જ સાસુ પાસેથી સોપારીના પૈસા લીધા હતા.
આ વ્યક્તિએ શૂટર્સને વચન આપ્યું હતું કે જો પત્ની હુમલામાં બચી જશે તો પણ તે તેમને અડધી રકમ આપશે. એટલે કે કોઈ પણ સંજોગોમાં તે તેની પત્ની પર હુમલો કરવા માંગતો હતો અને એક દિવસ એવો સમય આવ્યો જ્યારે શૂટરોએ તેની પત્ની પર હુમલો કર્યો. તે સમયે મહિલા તેની પુત્રી સાથે હતી. શૂટરોએ એક પછી એક ચાર ગોળીઓ ચલાવી હતી. ગોળી વાગતાં મહિલા ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સદનસીબે તેનો જીવ બચી ગયો.
આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. બાદમાં ચારેય શૂટરો ઝડપાઈ ગયા હતા. તેમના નિવેદનના આધારે મહિલાના પતિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ તે મળ્યો નહોતો. થોડા અઠવાડિયા પછી પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પકડાઈ જવાના ડરથી તેણે ઝેર પીને જીવ આપી દીધો હોવાનું જણાવાયું હતું. એક શૂટરે પોલીસને કહ્યું કે તે વ્યક્તિ તેમનાથી ગુસ્સે થયો કારણ કે અમે તેની પત્નીને મારવામાં નિષ્ફળ ગયા હતા.