Gujarat News: ગુજરાતમાં અવાર નવાર લવ- જેહાદની ઘટના સામે આવતી રહે છે ત્યારે હવે નવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. આ કેસમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે અને હવે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
આરોપી વિશે માહિતી સામે આવી રહી છે કે રિઝવાન ગફારે પોતાનું નામ કરણ રાખી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સાથે જ આરોપી સગીરાને દિલ્હી લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. પછી દિલ્હી ખાતે જ સગીરાનું જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવ્યું અને નબીરો ઉપરથી માનસિક ત્રાસ આપતો હતો.
એસીપીએ(Surat ACP) પણ મીડિયા સમક્ષ આ ઘટના વિશે વાત કરી હતી કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક હિન્દુ દીકરીની સાથે એક વિધર્મી યુવકે પોતાનું નામ બદલી પ્રેમજાળમાં ફસાવી હતી. દીકરી જે કારખાનામાં કામ કરવા જતી હતી ત્યાં જ આ યુવક રિક્ષા લઈને લેવા મૂકવા જતો હતો. આ વખતે તે દીકરીને પોતાનું નામ કરણ તરીકે આપ્યું કરણ તરીકે નામ આપીને દીકરીને તે દરરોજ ઘરેથી લેવા અને મૂકવા જતો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા થઈ, પછી તેણે દીકરી સાથે લગ્ન પણ કરી લીધા. લગ્ન કર્યા પછી યુવક દીકરીને ભગાડી દિલ્હી લઈ ગયો.
કરણ નામના યુવકે આટલું જ કર્યું એવું નથી આગળ વાત કરતાં એસપી જણાવે છે કે લગ્ન કર્યા ત્યારે દીકરીની ઉંમર 17 વર્ષ હતી. દિલ્હી લઈ ગયા પછી તે દીકરીને કહે છે કે હું કરણ નથી, મારું નામ તો રિઝવાન છે, એટલે દીકરીના પગ નીચેથી જમીન ખસી જાય છે. એ સમયે દીકરીના ગર્ભમાં બાળક પણ હતું, આથી તેણે બાળકનું વિચારી ત્યાં ચૂપચાપ કરણ નામના યુવક સાથે રહેવા લાગી. બાદમાં રિઝવાને દીકરીને કહી દીધું કે અમે કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી અને તારે પણ કોઈ પૂજા કરવાની નથી. તારે મારી સાથે રહેવા માટે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવો પડશે. બાદમાં તેણે દીકરીનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગિકાર કરાવ્યો.
અહીંથી આખી વાત પુરી નથી થતી પણ બાદમાં રિઝવાન દીકરીને પોતાના વતન ઉત્તરપ્રદેશ લઈ ગયો. અહીં મારો મોટો પરિવાર છે એટલે તને સારી રીતે બધા સાચવશે. બાદમાં સગીરાએ દીકરીને જન્મ આપ્યો. દીકરી શું કામ જન્મી, આપણે તો દીકરો જોઈતો હતો. આ બાબતે રિઝવાને દીકરી સાથે મારકૂટ કરી. આ દરમિયાન તેને બીજું બાળક થયું. ત્યાર બાદ દીકરીને ખબર પડી કે તેના પતિ રિઝવાને અન્ય હિન્દુ છોકરી સાથે લગ્ન કરવાનો છે.
1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો
અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!
ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો
આ બધા વચ્ચે રિવઝવાને કહ્યું કે અમારા ધર્મમાં જેટલી હિન્દુ છોકરીઓ અમે લાવીશું એટલા મને વધારે પૈસા મળશે. મારે અત્યારે પૈસાની વધુ જરૂર છે. જેટલી વધારે હિન્દુ યુવતીઓ લાવીશું એટલો અમારા ધર્મનો પ્રચાર વધારે થશે. હવે આ મામલે પોલીસ તપાસ કરીને આરોપીને સજા આપવાનું કહ્યું છે.