ભરશિયાળે લસણના ભાવ આસમાને પહોચ્યા છે પરિણામે લોકો ચિંતાતુર બન્યા છે. લસણનો પ્રતિ કિલોનો ભાવ વધીને રૂ. 400 સુધી પહોંચ્યો છે. વધતા જતા ભાવને કારણે લોકોએ લસણના વપરાશમાં કાપ મૂકવા મજબૂર થવુ પડયુ છે. આ ઉપરાંત ડુંગળી-બટાટા ઉપરાંત લીંબુના ભાવ પણ વધ્યાં છે. કારમી મોંઘવારીમાં વધતાં જતા ભાવોએ રસોઈનો સ્વાદ બગાડ્યો છે. આદુના ભાવે ડબલ ભાવ રૂ. 160, સેન્ચુરી વટાવી, લીંબુનો કિલોનો ડુંગળી-બટાટા મોંઘા થયાં છે.
છેલ્લા એકાદ સપ્તાહથી લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. માંગની સામે આવક ઘટતા જથ્થાબંધ વેપારીઓ પણ લસણની ઓછી ખરીદી કરતાં થયા છે. વેપારીઓનું કહેવુ છેકે, આ વખતે લસણનું ઉત્પાદન ઓછુ થયુ છે પરિણામે ભાવ ઉંચકાયા છે. સાથે સાથે નવા પાકની આવક પણ આવી નથી. આ જોતા લસણના ભાવ રોકેટની જેમ વધી રહ્યા છે. અત્યાર સુધી રૂ.10-200 કિલો વેચાતા લસણનો ભાવ હવે છેક રૂ. 400 સુધી પહોંચ્યો છે.
વધતાં જતા ભાવને કારણે લોકોએ લસણની ખરીદીમાં કાપ મૂક્યો છે જેમ કે, કિલો લસણની ખરીદનારે હવે ૨૫૦ ગ્રામ ખરીદ કરવાનુ પસંદ કર્યુ છે.લસણ જ નહીં, આદુના ભાવ પણ વધ્યા છે. શિયાળાની સિઝનમાં આદુનો 5 વપરાશ વધુ હોય છે ત્યારે આદુના કિલોના ભાવ પણ વધીને રૂ. 200 સુધી પહોંચ્યા છે.
ઉનાળામાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે પણ ચિત્ર કઇંક ઉલ્ટુ છે. શિયાળામાં લીંબુના કિલોના ભાવ વધીને રૂ. 160 થયા છે. આ ઉપરાંત કડુંગળી અને બટાકાના કિલોના ભાવ રૂ. 20-25 સુધી પહોંચ્યા છે. વધતા જતા ભાવને કારણે રસોઈનો સ્વાદ તો બગડ્યો છે પણ સાથે સાથે લોકોના ખિસ્સા પર આર્થિક માર વધ્યો છે.