અંગ્રેજોએ બે હાથે સોનું લૂંટ્યું, છતાં ભારત પાસે ઈંગ્લેન્ડ કરતાં મોટો છે ભંડાર, તેલના બેતાજ બાદશાહ પણ આપણાથી પાછળ

Desk Editor
By Desk Editor
Share this Article

Indian Gold Reserve: ગોલ્ડ રિઝર્વની બાબતમાં ભારતે સાઉદી અરેબિયા, બ્રિટન અને સ્પેન જેવા દેશોને પાછળ છોડી દીધા છે. ફોર્બ્સના તાજેતરના અહેવાલ મુજબ, સોનાના ભંડારના સંદર્ભમાં ટોપ-20 દેશોની યાદીમાં ભારત 9મા સ્થાને છે. 2023ના ત્રીજા ક્વાર્ટર સુધી ભારત પાસે 800.78 ટન સોનાનો ભંડાર હતો.

ભારતમાં સાઉદી અરેબિયા, ઈંગ્લેન્ડ અને સ્પેન કરતાં વધુ સોનાનો ભંડાર છે. ફોર્બ્સની યાદીમાં સાઉદી અરેબિયા 323.07 ટનના સોનાના ભંડાર સાથે 16મા સ્થાને છે. બ્રિટન 310.29 ટન સોના સાથે 17મા સ્થાને છે અને 281.58 ટન સાથે સ્પેન 20મા સ્થાને છે.

સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. અમેરિકા- 8,133.46 ટન ગોલ્ડ રિઝર્વ. આ ભારત કરતાં લગભગ દસ ગણું વધારે છે. આ યાદીમાં જર્મની બીજા સ્થાને છે. જર્મની પાસે 3,352.65 ટન સોનું છે. આ અમેરિકાના સોનાના ભંડાર કરતાં 4,780.81 ટન ઓછું છે. ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ 2,451.84 ટન સોના સાથે ઇટાલી ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ફ્રાન્સ ચોથા સ્થાને છે. ફ્રાન્સમાં 2,436.88 ટન સોનું છે.

2,332.74 ટન સોનાના ભંડાર સાથે રશિયા વિશ્વનો પાંચમો સૌથી મોટો ગોલ્ડ રિઝર્વ દેશ છે. એ જ રીતે, આપણો પાડોશી ચીન 2,191.53 ટનના સોનાના ભંડાર સાથે છઠ્ઠા સ્થાને છે. વિશ્વનું સ્વર્ગ કહેવાતા સ્વિત્ઝર્લેન્ડ પાસે કુલ 1,040.00 ટન સોનાનો ભંડાર છે. આ ગોલ્ડ રિઝર્વ સાથે સ્વિટ્ઝર્લેન્ડને ફોર્બ્સની યાદીમાં સાતમું સ્થાન મળ્યું છે.

ઈરાક કે સાઉદી અરેબિયા નહીં, હવે ભારત આ દેશમાંથી સૌથી વધુ ખરીદી રહ્યું છે ક્રૂડ ઓઈલ, ભાવ પણ અન્ય કરતા ઓછો!

‘કાશ હું પણ બાળપણમાં આવા ઘરમાં રહી શક્યો હોત…’ PM મોદી ભાવુક થયા, મહારાષ્ટ્માં ભાષણ અધવચ્ચે જ રોકી દીધું

Photos: “10 વર્ષના બાળકો સાયકલ ચલાવે જ્યારે આ બાળકી વિમાન ઉડાડી રહી છે” એક કલાક સુધી હવામાં કરી વાત, જાણો કહાની

સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા ટોપ-20 દેશોની યાદીમાં જાપાન આઠમા સ્થાને છે. જાપાન પાસે 845.97 ટન સોનું છે. ભારત 800.78 ટન સોના સાથે નવમા સ્થાને છે અને નેધરલેન્ડ 612.45 ટન સોના સાથે દસમા સ્થાને છે.


Share this Article