જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે, મનમાં સૌથી પહેલી વાત આવે છે કેરી. કદાચ તમે પણ અમારી વાત સાથે સહમત હશો, ખાલી પેટ કે ભોજન સાથે કેરી ખાવાનો જે આનંદ છે, તે તમને કોઈ પણ વસ્તુમાં નથી મળી શકતો. ઘણા લોકો કેરીના એટલા શોખીન હોય છે કે તેઓ 3 થી 4 કેરી ખરીદીને ઘરે રાખે છે. કેરીની સિઝન આવવાની છે, આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ છીએ કે ક્યા શહેરો કઈ કેરી માટે ફેમસ છે.
મહારાષ્ટ્ર: આલ્ફોન્સો
તમે આલ્ફોન્સો અથવા હાપુસ નામની કેરી વિશે તો સાંભળ્યું જ હશે. આ કેરી મહારાષ્ટ્રના રત્નાગીરી, રાયગઢ અને કોંકણ પ્રદેશોમાંથી આવે છે. આ કેરીઓ તેમના મીઠા સ્વાદ માટે પ્રખ્યાત છે અને ભારતમાં સૌથી વધુ વેચાય છે.
ઉત્તર પ્રદેશ: દશેરી
દશેરી કેરીને મલીહાબાદી કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેરી ભારતના ઉત્તરીય પ્રદેશમાં પ્રખ્યાત કેરીની વિવિધતા છે. ઉત્તર પ્રદેશના મલિહાબાદમાં આ કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
ગુજરાત: કેસર
કેસર વિશે તો તમે સાંભળ્યું ના હોય એવું બને જ નહીં, આ કેરી અહીં ખૂબ પ્રખ્યાત છે. તે તેના મીઠા સ્વાદ અને રસદાર પલ્પ અને કેસરની સુગંધ માટે પ્રખ્યાત છે.
કર્ણાટક: તોતાપરી
તોતાપરી એક એવી કેરી છે, જેનો સ્વાદ ખાટો-મીઠો છે. આ કેરી દક્ષિણ ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ કેરીનું અથાણું પણ છે અને તેનો ઉપયોગ સલાડમાં પણ થાય છે. તે લીલા રંગની અને ચાંચ જેવી છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં જોવા મળે છે.
બિહાર: લંગડા
તમે લંગડા કેરી વિશે સાંભળ્યું હશે, આ વેરાયટી બિહારમાં ખૂબ પ્રખ્યાત છે. લંગડા એટલે વિકલાંગ, અને તે સૌપ્રથમ બનારસમાં એક લંગડા માણસે ઉગાડી હતી. તે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને પંજાબમાં પણ ઉગાડવામાં આવે છે.
ભડકે બળ્યો ભાવ! પેટ્રોલ 109 રૂપિયાને અને ડીઝલ 95ની પાર, જાણો કેમ થયો ઈંધણના ભાવમાં અચાનક મોટો વધારો
હિમાચલ પ્રદેશ: ચૌંસા
ચૌંસા કેરી ઉત્તર ભારતની સૌથી મીઠી કેરી તરીકે ઓળખાય છે. તેના મીઠા માંસ અને તેજસ્વી પીળા રંગ માટે પ્રખ્યાત, આ કેરી ખાસ કરીને પાકિસ્તાનમાં ઉગાડવામાં આવે છે. તમે તેને ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં જોઈ શકો છો.