Indian Railway News: ભારતીય રેલવેએ સામાન્ય જનતા સહિત અમુક વર્ગના લોકોને સારા સમાચાર આપ્યા છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે રેલવેએ વધુ એક મોટો નિર્ણય લીધો છે, જે બાદ તમે સસ્તામાં મુસાફરી કરી શકશો. રેલ્વે દરેક વર્ગના લોકો માટે ટ્રેનો પણ ચલાવે છે. હવે રેલવેએ કામદારો અને ગરીબો માટે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેનોમાં 22થી 26 કોચ હશે
રેલવેએ જનતા એક્સપ્રેસ ચલાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં તમે સસ્તામાં મુસાફરી કરી શકો છો. આ ટ્રેનો ફક્ત કામદારો માટે ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનોનું સંચાલન તે રૂટ પર વધુ રહેશે, જ્યાં કામદારોનું આગમન વધુ છે. આ ટ્રેનોમાં 22થી 26 કોચ હશે.
2024 સુધી શરૂ થઈ શકે છે ટ્રેનો
રેલવેએ કહ્યું છે કે આ ટ્રેનોમાં માત્ર સ્લીપર અને જનરલ કોચ હશે અને 2024 સુધીમાં આ ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેનો કરતા ઓછું હશે.
કયા રાજ્યમાં દોડશે આ ટ્રેનો?
આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ગુજરાત અને દિલ્હી વચ્ચે દોડશે, એમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું. મોટાભાગના કામદારો, કારીગરો, મજૂરો અને અન્ય લોકો આ રાજ્યોમાંથી આવે છે અને પછી પાછા ઘરે જાય છે.
કન્ફર્મ ટિકિટ મેળવો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે શહેરોમાં પ્રવાસી શ્રમિકો આવે છે અને જાય છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ ટ્રેનો મુખ્યત્વે તે રૂટ પર દોડાવવામાં આવશે, જેથી કામદારોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?
આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત
રેલવે અધિકારીઓએ આપી માહિતી
રેલવે અધિકારીઓએ કહ્યું છે કે આ ટ્રેનોને તહેવાર દરમિયાન ચાલતી ટ્રેનોથી અલગથી ચલાવવામાં આવશે અને તે આખું વર્ષ ચાલુ રહેશે. આ સાથે જ તાજેતરમાં રેલવેએ જનરલ કોચમાં મુસાફરી કરનારાઓને સસ્તા ભાવે ખોરાક અને પાણી આપવાનો નિર્ણય કર્યો છે.