આ વખતે IPLમાં ઓપનિંગ મેચ અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. જે 31 માર્ચે અમદાવાદમાં IPLનું આયોજન કરાયું છે તેની ટિકિટને લઈ વિવાદ સામે આવ્યું છે. IPLની ઓફલાઈન ટિકિટને લઇ વિવાદ વકર્યો છે. ટિકિટ ન મળતા લોકો વચ્ચે મારામારી થઈ અને પોલીસ ખડકી દેવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું હતુ. જેમાં આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે અને ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 70 લીગ મેચો રમાશે. તેમજ મહત્વની વાત છે IPL 31 માર્ચથી અમદાવાદથી શરૂ થવાની છે. પરંતુ હાલમાં જોવા મળી રહ્યું છે કે અમદાવાદમાં IPLની ટિકિટ મળતી નથી જેને લઈ ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના SG હાઈવે પર આવેલું BOX ઓફિસ બંધ છે એવી પણ વિગતો સામે આવી છે.
ગુજરાતની કંપનીએ લોકોને માલામાલ કરી દીધા, આપ્યું 100000% વળતર, માત્ર 10 હજારના એક કરોડ થઈ ગયા
મરી ગયા બાપા! માવઠાથી છુટકારો મળવાનું ગુજરાતીઓના નસીબમાં નથી, અંબાલાલ પટેલે ફરી કરી નવી આગાહી
પુરી વિગતો એવી છે કે BOX ઓફિસ બંધ હોવાથી ક્રિકેટ ચાહકોએ હોબાળો કર્યો છે. હોબાળાને લઇ વસ્ત્રાપુર પોલીસ SG હાઈવે પરના BOX ઓફિસે પહોંચી છે. 31 માર્ચના રોજ અમદાવાદમાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની લઈ ક્રિકેટ ચાહકોમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહના પગલે ટિકિટ ન મળતા હવે લોકોએ હોબાળો શરુ કરી દીધો છે.