Amabani Family Twins: મુકેશ અંબાણીએ વર્ષ 1984માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે તેના ઘરમાં એક નહીં પરંતુ બે જુડવા બાળકોની ઘટના બની છે. દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની ફેમિલી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. લોકો મુકેશ અંબાણીના પરિવારના દરેક સભ્ય વિશે જાણવા માંગે છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના મુકેશ અંબાણીને આજે કોઈ ઓળખની જરૂર નથી. અંગત જીવન હોય કે વ્યવસાયિક જીવન, તે હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીના અંગત જીવનની વાત કરીએ તો તેમણે 1984માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે તેના ઘરમાં એક નહીં પરંતુ બે જુડવા છે. આવો, આવો જાણીએ આ વિશે.
નીતા અંબાણીને બાળપણથી જ ક્લાસિકલ ડાન્સનો શોખ હતો. તેની માતા ઈચ્છતી હતી કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. નીતાનો ડાન્સ પ્રત્યેનો શોખ જોઈને 8 વર્ષની ઉંમરે તેની માતાએ તેને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કર્યું. નીતાએ ટીચર અને ઈન્ટીરીયર ડીઝાઈનરની ડીગ્રી પણ મેળવી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ને બે જુડવા બાળકો છે. ઈશા અંબાણી અને આકાશ અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. તેમના દાદી કોકિલાબેન પણ બંનેને ખૂબ પ્રેમ કરે છે.
ઈશા અંબાણીને પણ બે જુડવા બાળકો છે
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પ્રિય પુત્રી ઈશા અંબાણી આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી. 16 વર્ષની ઉંમરે તેમનું નામ વિશ્વના સૌથી યુવા અબજોપતિ વારસદારોની યાદીમાં બીજા ક્રમે આવી ગયું. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન અજય પીરામલના એકમાત્ર પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે. તેને પણ બે જુડવા બાળકો પણ છે. ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ તેમના કરતા 6 વર્ષ મોટા છે.
ઈશાનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. જ્યારે આનંદ પીરામલનો જન્મ 25 ઓક્ટોબર 1985ના રોજ થયો હતો. ઈશા અંબાણીએ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીનો અભ્યાસ કર્યા બાદ સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર ઈશા અંબાણીની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયાની આસપાસ છે.