24 ચોક્કા અને 10 સિક્સ ફટકારીને ઈશાન કિસને ભૂક્કા બોલાવી દીધા, ડબલ સદી ફટકારનારો ચોથો ભારતીય બન્યો, આખા ગામે વખાણ કર્યાં!

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન ઈશાન કિશને બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ઈતિહાસ રચી દીધો છે. ઈશાન કિશને અહીં બેવડી સદી ફટકારીને બાંગ્લાદેશી બોલિંગની ઉંઘ ઉડાવી દીધી હતી. ઈશાન કિશન ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઈશાન કિશને તેની બેવડી સદી 126 બોલમાં પૂરી કરી હતી, જેમાં તેણે 23 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. ઈશાને લગભગ 160ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો. ઇશાન કિશને આ ઐતિહાસિક ઇનિંગમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. બેવડી સદી ફટકાર્યાના થોડા સમય બાદ ઈશાન કિશન આઉટ થયો અને તેની ઈનિંગ 210ના સ્કોર પર સમાપ્ત થઈ ગયો. ઈશાને 131 બોલમાં 210 રન બનાવ્યા જેમાં 24 ફોર અને 10 સિક્સ સામેલ છે. ODI ક્રિકેટમાં ભારત માટે, તે કોઈપણ એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા નંબર પર આવી ગયો છે.

ઇશાન કિશને બાંગ્લાદેશી બોલરો પર શરૂઆતથી જ દબાણ બનાવ્યું અને એક છેડેથી રનનો વરસાદ વરસાવ્યો. ઈશાન કિશને તેની સદી 86 બોલમાં પૂરી કરી હતી, પરંતુ તે પછી તેણે બાંગ્લાદેશી બોલરો પર તબાહી મચાવી દીધી હતી.

વનડેમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ

• રોહિત શર્મા – 264
• વિરેન્દ્ર સેહવાગ – 219
• ઈશાન કિશન – 210
• રોહિત શર્મા – 209
• રોહિત શર્મા – 208*
• સચિન તેંડુલકર – 200*

રોહિતના એક્ઝિટને કારણે તક મળી

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે આ મેચમાં નથી રમી રહ્યા, જેના કારણે ઈશાન કિશનને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. ઈશાને આ તકનો ફાયદો ઉઠાવ્યો અને શરૂઆતથી જ બાંગ્લાદેશી બોલરો પર તૂટી પડ્યો. 24 વર્ષીય ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે (આ ​​મેચ પહેલા) અત્યાર સુધી માત્ર 9 ODI રમી છે, જેમાં તેણે 267 રન બનાવ્યા છે.

વિરાટ કોહલી સાથે રેકોર્ડ બનાવ્યો

ઈશાન કિશન અને વિરાટ કોહલીની જોડીએ બાંગ્લાદેશ સામે ઈતિહાસ રચ્યો હતો. બંને વચ્ચે બીજી વિકેટ માટે 290 રનની ભાગીદારી થઈ હતી જે એક મોટો રેકોર્ડ છે. રનના સંદર્ભમાં, કોઈપણ વિકેટ માટે આ ભારતની ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે, જ્યારે ODI ક્રિકેટમાં બીજી વિકેટ માટે ચોથી સૌથી મોટી ભાગીદારી છે.

બીજી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી (ODI ક્રિકેટ)

• ક્રિસ ગેલ-સેમ્યુઅલ્સ – 372 રન, વેસ્ટ ઈન્ડિઝ વિ ઝિમ્બાબ્વે 2015
• સચિન તેંડુલકર-રાહુલ દ્રવિડ – 331 રન, ભારત વિ ન્યુઝીલેન્ડ 1999
• સૌરવ ગાંગુલી-રાહુલ દ્રવિડ – 318 રન, ભારત વિ. શ્રીલંકા 1999
• ઈશાન કિશન-વિરાટ કોહલી – 290 રન, ભારત વિ. બાંગ્લાદેશ 2022

રન દ્વારા ભારત માટે સર્વોચ્ચ ભાગીદારી (ODI ક્રિકેટ)

• 331 રન – સચિન-દ્રવિડ (ભારત વિ ન્યુઝીલેન્ડ, 1999)
• 318 રન – ગાંગુલી-દ્રવિડ (ભારત વિરુદ્ધ શ્રીલંકા, 1999)
• 290 રન – ઈશાન-કોહલી (ભારત વિ. બાંગ્લાદેશ, 2022)


Share this Article