જગદીશ ત્રિવેદીએ પુત્રવધુના 26મા જન્મદિવસે ગુજરાતની 7 સંસ્થાને 26 લાખ રુપિયાનું દાન કરી દાખલો બેસાડ્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

 Gujarati News : ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી (Dr. Jagdish Trivedi) હાલ અમેરીકા અને કેનેડાનાં સાંસ્કૃતિક પ્રવાસે છે. તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ એમના પુત્રવધુ ડો. ઋષાલી મૌલિક ત્રિવેદીનો (Dr. Rishali Maulik Trivedi) ૨૬મો જન્મદિવસ હતો જે જગદીશ ત્રિવેદીએ ટોરોંટો કેનેડા ખાતે અંગત પચીસ લોકોની હાજરીમાં અત્યંત સાદગીપૂર્વક ઉજવ્યો હતો.

 

 

પોતે સાદગીથી જીવવું પણ સમાજસેવા હંમેશા ઉદારતાથી કરવી એવા જીવનમંત્રને લઈને જીવતાં આ કલાકારે પોતાના પુત્રવધુંના ૨૬મા જન્મદિવસે ગુજરાતની સાત વિવિધ સંસ્થાઓને કુલ ૨૬ લાખ રુપિયાનું દાન કરેલ છે.

 

રંગીલા રાજકોટના સૌથી દુ:ખદ સમાચાર, છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 3 જવાનજોધ યુવાન-યુવતીના મોતથી હાહાકાર

જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે

ગુજરાતના ખેડૂતો આનંદો, આજથી સતત 3 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે, અનેક જિલ્લામાં રસ્તાઓ નદીમાં ફેરવાશે

 

જેમાં શ્રી સાંદીપની વિદ્યાસંકુલ – સાપુતારાને અગીયાર લાખ , સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીને પાંચ લાખ, સુરેન્દ્રનગર પાસે ધ્રાંગધ્રા ખાતે આવેલા ભારતીય મિલિટરી કેમ્પસને પાંચ લાખ, શ્રી જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળા, નારી ભાવનગરને લાયબ્રેરી માટે અઢી લાખ, શ્રીમદ રાજચંદ્ર સેવા કેન્દ્ર સંચાલિત બહેરા-મૂંગા બાળકોની શાળા- અમદાવાદને એક લાખ, શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – ધ્રાંગધ્રાને એક લાખ તેમજ શ્રી વિનયવિહાર કેળવણી મંડળ- વાળુકડને પચાસ હજાર મળીને કુલ છવ્વીસ લાખ રુપિયાનું દાન કરેલ છે.


Share this Article