Gujarat news: નીતિન જાની એટલે કે ગુજરાતનું સૌથી ચર્ચાતું અને સેવાની દ્રષ્ટિએ બધાના હોઠો પર રમતું નામ ખજૂર ભાઈ. સેવાનો સમાર્નાથી કહો કે કોમેડી કિંગ કહો.. બધાના ખજૂરભાઈને અવ્વલ નંબરે મૂકવા પડે.
હવે ગુજરાતમાં ખજૂરભાઈ તરીકે જાણીતા એવા લોકપ્રિય નીતિન જાનીએ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્ન કર્યાં છે.
હાલમાં બન્નેની સુંદર તસવીરો ચારેકોર વાયરલ થઈ રહી છે. તેમણે પોતાની સુંદર વેડિંગનાં ફોટોઝ-વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.
નીતિન જાની અને મીનાક્ષી દવે 8 ડિસેમ્બરનાં રોજ સગાઈના બંધંનમાં જોડાયા હતાં. કરોડો લોકો જેને એક માન અને સન્માન સાથે જુએ છે એવા સૌના પ્રિય અને મોટા સેવાભાવી ખજૂરભાઈની સગાઈ થઈ ત્યારે પણ સૌની નજરમાં ચર્ચામાં આવ્યા હતા. સૌ સેલેબ્રિટીએ પણ ખજુરભાઈને શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.
નીતિન જાનીનો જન્મ સુરતમાં થયો છે. નાનપણથી જ મસ્તીનો સ્વભાવ હતો જેના કારણે ખજુરભાઈ અને નાના ભાઈ તરુણ ભાઈ ખુબ જ મસ્તી કરતાં અને ભણવામાં ધ્યાન નહોતા આપતા.
પછી પિતા શ્રીએ કહ્યું કે આને અલગ કરવા પડશે. પિતા શ્રીનું કામ પણ બારડોલીમાં રહેતું હોવાથી નીતિન જાનીની શાળા અને કોલેજ ત્યાંથી જ થયું જ્યારે માસ્ટર કરવા માટે તેઓ પૂના આવ્યા અને ત્યાં MCA, MBA, LLBનો અભ્યાસ કર્યો.
વિશ્વનું પ્રથમ મંદિર જ્યાં દેવી માતાને ફૂલો અને હારોને બદલે ચઢાવવામાં આવે છે સેનેટરી પેડ, જાણો કારણ!
ખજુરભાઈને રિડિંગનો અને કોમેડી વીડિયો જોવાનો ઘણો શોખ છે. હવે મિનાક્ષી દવે નામની સુંદર કન્યા સાથે ખજૂરભાઇના લગ્ન થઈ ગયા છે.