કિંજલ દવે સગાઈ તૂટ્યા બાદ એકધારી ચર્ચામાં છે. ત્યારે હવે ઈન્સ્ટા સ્ટોરી અપલોડ કરીને કિંજલે એક હિન્દી શાયરી ઠપકારી પોતાનું દર્દ જણાવ્યું છે કે સબ કો મિલ જાયે મંઝિલ યે જરૂરી તો નહિ, જિંદગી રાહ-એ-સફર હૈ, તુમ યુહી ચલતે રહેના, ચિરાગો કી તરહ રાહ મે જલતે રહેના, હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના. જો કે સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે સતત કઈક ને કંઈક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પોસ્ટ શેર કરતી રહે છે.
ઉલ્લેખનીય છે કે પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી કરેલા હતા. પરંતુ પવનની બહેને બીજા સાથે કોર્ટ મેરેજ કરી લેતા સગાઈ તૂટી હોવાની વાત સામે આવી હતી, ત્યારે ગઈ કાલે કિંજલ દવે પુરા પરિવાર સાથે રાજલ બારોટના ઘરે જોવા મળી હતી. પ્રખ્યાત સિંગર રાજોટ બારોટે આ તસવીરો શેર કરી હતી.
રાજલ બારોટ અને કિંજલ દવે એકદમ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. વાયરલ તસવીરોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે કિંજલ દવે સાથે એમના પિતા લલિત દવે અને પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજલ બારોટે આ તસવીરો શેર કરીને જણાવી દીધું કે હવે તે આઘાતમાંથી બહાર નીકળી રહી છે અને બધું નોર્મલ થઈ રહ્યું છે.
H3N2 વાયરસનો આવા બાળકો પર સૌથી ઘાતક ખતરો, જાણો કઈ રીતે ઓળખી શકાય, બચવાના ઉપાય પણ આ રહ્યાં
ભલે મોઢા પર સ્માઈલ રાખે પણ અદાણીને હિડનબર્ગના કારણે થયું છે જોરદાર નુકસાન, કેટલીય કંપનીઓ વેચવા કાઢી
ઉલ્લેખનીય છે કે પહેલા કિંજલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામ કરતી હતી અને ધીરે ધીરે જાણીતી બની ગઈ, હવે તો વિદેશમાં પણ કિંજલના દાયરાની ધૂમ મચી રહી છે.