મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ બિઝનેસમેન આનંદ પીરામલ સાથે થયા હતા. આનંદ પીરામલનો પરિવાર ઘણીવાર લાઈમલાઈટથી દૂર રહે છે. એ બીજી વાત છે કે આનંદ પીરામલની બહેન નંદિની પીરામલ તેમના પરિવારના બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ઈશા અંબાણીની ભાભી નંદિની પીરામલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ, ફિલોસોફી અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે. તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA કર્યું છે. તે પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને પિરામલ ફાર્મા લિમિટેડના ચેરપર્સન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. નંદિની પિરામલ ગ્રુપના IT અને HR વિભાગનું પણ નેતૃત્વ કરે છે. તે મીડિયાથી અંતર રાખે છે.
પિરામલ ગ્રુપમાં ઘણી મહત્વની ભૂમિકાઓ ભજવે છે
નંદિનીએ કંપનીની પાંચ વર્ષની ટ્રાન્સફોર્મેશન વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીના માનવ સંસાધનોને મજબૂત કરવાનો હતો. વધુમાં તે પિરામલ ફાઉન્ડેશન અને પિરામલ સર્વજલની સલાહકાર પણ છે. પિરામલ સર્વજલ એ એક સામાજિક પહેલ છે જે ભારતના 20 રાજ્યોમાં આશરે 7,50,000 લોકોને સ્વચ્છ પાણી પૂરું પાડે છે. તે પિરામલ ફાઉન્ડેશનના અન્ય કાર્યક્રમોમાં પણ ઊંડાણપૂર્વક સંકળાયેલા છે. જેમાં પિરામલ હેલ્થ, પિરામલ સ્કૂલ ઓફ લીડરશિપ અને પિરામલ સર્વજલનો સમાવેશ થાય છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
નંદિની પીરામલની નેટવર્થ કેટલી છે?
જોકે, નંદિનીની અંગત સંપત્તિની વિગતો જાહેર નથી. પરંતુ, તેમના પિતા અજય પીરામલ $3.5 બિલિયન (લગભગ રૂ. 23,307 કરોડ)ની નેટવર્થ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. નંદિની પીરામલની વાર્તા બિઝનેસ ક્ષેત્રની મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. નંદિની પીરામલ એક ઉત્કૃષ્ટ બિઝનેસવુમન છે જે વિશ્વને વધુ સારી જગ્યા બનાવવાની ઈચ્છા ધરાવે છે. તેમના પ્રયત્નો અને સમર્પણના કારણે તેમને બિઝનેસ જગતમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. તેમની વિચારસરણી અને કાર્યશૈલીએ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.