Gujarat News: સાળંગપુર ભીંતચિત્રો વિવાદ મામલે આજે બપોરે સાળંગપુરના અને વડતાલના સંતોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાવાના પણ સમાચાર મળી રહ્યા હતા.
આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
અમદાવાદ ઈસરોની સામે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને જેમાં સ્વામિનારાયણના સંતો દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલતો ભીંતચિંત્રના વિવાદ ઉકેલાઈ ગયો છે. સાળંગપુરના કોઠારી સ્વામીએ વાતચીત કરતા જણાવ્યું કે- સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદનો સુખદ અંત આવશે અને આવતીકાલે સૂર્યોદય પહેલા વિવાદિત ભીંત ચિત્રો હટાવી લેવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો ભાગ હોવાથી લોકોને લાગણી દુભાવવા માગતું નથી.
તહેવાર માથે આવ્યા અને સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ખરીદનાર જાણી લો એક તોલોના કેટલા હજાર છે
ઘણા લોકો આ વાતને સનાતન ધર્મની જીત સાથે જોડીને જશ્ન મનાવી રહ્યા છે. તો ઘણા લોકો સત્યનો અને સનાતન ધર્મનો વિજય ગણાવી રહ્યા છે. ત્યારે આવતીકાલે જોવાનું રહ્યું કે આખરે આ વિવાદ શાંત થઈ ચિત્રો હટાવી લેવામાં આવે છે કે પછી વિવાદને કોઈ નવો વળાંક આપવામાં આવે…