Maharashtra Bus Accident News : મુંબઈના કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશનના આંબેડકર નગરમાં સોમવારે રાત્રે આ અકસ્માત થયો હતો. બસે રસ્તા પર દોડી રહેલા ડઝનેક લોકો અને વાહનોને કચડી નાખ્યા છે. અત્યાર સુધીની જાણકારી મુજબ આ દુર્ઘટનામાં કુલ 49 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 6 લોકોના મોત થયા છે. પોલીસે આરોપી ડ્રાઇવર સામે એફઆઈઆર નોંધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સમયે બસમાં 60 જેટલા મુસાફરો હતા. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી અને એમએસએફ (મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ)નો એક જવાન પણ ઘાયલ થયો છે. આ ઘટનામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પ્રશાંત ચવ્હાણને પણ ઈજાઓ પહોંચી હતી. 20-25 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જાણકારી અનુસાર આરોપી ડ્રાઈવર સંજય મોરે ની નિયુક્તિ 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી.
કેવી રીતે થયો અકસ્માત?
જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. આરોપી ડ્રાઇવરને અગાઉ બસ ચલાવવાનો અનુભવ નહોતો. પ્રાથમિક માહિતી મુજબ સોમવારે રાત્રે લગભગ 21:45 વાગ્યે બસ કુર્લા રેલવે સ્ટેશન (વેસ્ટ)થી સાકીનાકા જઈ રહી હતી. આ સમય દરમિયાન બસ ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતાં સ્પીડ વધી ગઇ હતી અને આ દર્દનાક ઘટના બની હતી.
અંકલેશ્વર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘાયલ, ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત
નાસ્ત્રેદમસે વર્ષ 2025 માટે કરી પાંચ ભવિષ્યવાણી, જાણો નવા વર્ષમાં શું થવાનું છે.
આ હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે
આ ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક ઇજાગ્રસ્તોને નજીકની ભાભા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોની સારવાર ભાભા હોસ્પિટલ, કોહિનૂર હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ, સિટી હોસ્પિટલ અને હબીબ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ ધારાસભ્ય મહેશ કુડાલકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.