તાપીના વ્યારામાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીને જલેબીમાંથી નીકળી જીવાત, જોઈને બહાર ખાતા લોકોને ઉબકા આવશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : નાસ્તાની દુકાનો અને લારીઓમાં નીતિ નિયમને નેવે મૂકી અને આડેધડ ખોરાક પીરસવામાં આવતો હોય છે. જેમાં અમુક કિસ્સાઓમાં સ્વચ્છતા બાબતે બેદરકારી જોવા મળતી હોય છે. ભૂતકાળમાં આવી ઘટનાના બોલતા પુરાવારૂપ અનેક કિસ્સાઓ  સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો તાપીના વ્યારામાં સામે આવ્યો છે. જેમાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીએ મંગાવેલ જલેબીમાંથી જીવાત નીકળતા તેને કડવો અનુભવ થયો હતો.

વ્યારા ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ માંથી પોતાનું  કામકાજ પતાવીને એડવોકેટ કમલેશ ટેમકર વ્યારાના મુખ્ય બજારની અંદર આવેલ અને વ્યારાના હાઈસ્કુલ શોપિંગ સેન્ટર ખાતે આવેલ ભારત સ્વીટની દુકાનમાં નાસ્તો કરવા ગયા હતા, જે દરમિયાન તેમણે જલેબી નો ઓર્ડર કર્યો હતો. એડવોકેટ કમલેશ ને પીરસવામાં આવેલી જલેબી માંથી મોરલો મંકોડો નીકળતા હોબાળો મચ્યો હતો.

મળતી માહિતી મુજબ બુધવારે સાંજના સમયે વ્યારા કોર્ટમાં પોતાની કામગીરી પતાવી એડવોકેટ કમલેશ ટેમકર નજીકમાં આવેલી ભારત સ્વીટ નામની નાસ્તાની દુકાન માં નાસ્તો કરવા ગયા હતા, ત્યાં નાસ્તો કરતા તેઓએ જલેબી નો ઓર્ડર આપ્યો હતો, ભારત સ્વીટ ખાતે એડવોકેટ કમલેશ ને પીરસવામાં આવેલી જલેબી માંથી મંકોડો નીકળતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફને પૂછતા સ્ટાફે તેઓની માફી માંગી, અને મામલાને અહિયાં જ  પતાવટ કરવા આજીજી કરી.

 

જાવ મોજ કરો: પેટ્રોલ પર કેન્દ્રીય મંત્રી ગડકરીની મોટી જાહેરાત, 15 રૂપિયા પ્રતિ લિટરમાં મળવા લાગશે પેટ્રોલ

પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ

અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા

 

એડવોકેટ કમલેશ ટેમકરે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ પ્રકારના ગંભીર ચેડા કદાપી ચલાવી ના લેવાય અને એક જાગૃત નાગરિક તરીકે પોતાની નૈતિક ફરજના ભાગરૂપે નગરપાલિકા  આરોગ્ય વિભાગ અને મીડિયા ને જાણ કરતા મીડિયા કર્મીઓ તેમજ પાલિકાનો આરોગ્ય વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી ગયા હતા. આરોગ્ય કર્મચારી સુરેશ રાણા એ સેમ્પલ લઈ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલ્યા હતા.

 

 

 


Share this Article
TAGGED: ,