Politics News: ગુરુવારે પશ્ચિમ બંગાળમાંથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઈજાના સમાચારે સમગ્ર દેશને આઘાતમાં મૂકી દીધો છે. તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે, મુખ્યમંત્રીની ઈજાની સારવાર કર્યા બાદ તબીબોએ તેમને ઘરે જવા દીધા હતા. હોસ્પિટલમાંથી સામે આવેલો વીડિયો જોઈને તેના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે.
#WATCH | West Bengal CM and TMC chairperson Mamata Banerjee shifted being brought out of SSKM Hospital, in Kolkata.
Party says that she sustained "a major injury" on her head. pic.twitter.com/vFfqnZXXd1
— ANI (@ANI) March 14, 2024
ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમલા બેનર્જીને માથામાં ઈજા થતાં SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની ઈજાના સમાચાર સામે આવતાની સાથે જ વિવિધ રાજકીય પક્ષો તરફથી નિવેદનો આવવા લાગ્યા છે. દેશના વડા પ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ટીએમસીએ ઈજાની તસવીર પણ શેર કરી છે.
#WATCH | West Bengal: Dr Manimoy Bandopadhyay, director of SSKM Hospital, says, "Chief Minister of West Bengal reported to our hospital today around 07:30 pm with a history of fall within the vicinity of her home due to some push from behind. She had a cerebral concussion and had… pic.twitter.com/awzqGTBRf5
— ANI (@ANI) March 14, 2024
ટીએમસી વતી તસવીર જાહેર કરતી વખતે લખ્યું હતું કે, અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરો. હોસ્પિટલમાંથી મુખ્યમંત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે વ્હીલ ચેર પર જોવા મળી રહી છે. તેના કપાળ પર પટ્ટી બાંધેલી છે. અન્ય એક વીડિયોમાં તે હોસ્પિટલથી ઘરે જતી જોવા મળી રહી છે. મમતા આગળની સીટ પર બેઠી છે. હોસ્પિટલના તબીબે મુખ્યમંત્રીને દાખલ થવા અને સારવાર કરાવવાની સલાહ આપી હતી પરંતુ તેમણે ઘરે જ રહેવાની વાત આગળ ધરી હતી. આ પછી તેને ઘરે જવા દેવામાં આવી હતી.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વર્ષે બીજી વખત ઘાયલ થયા છે. વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરીમાં, તેને બર્ધમાન જિલ્લામાંથી પરત ફરતી વખતે માથામાં ઈજા થઈ હતી. તે સમયે મુખ્યપ્રધાનના કાફલાની કારને અકસ્માત નડ્યો હતો અને ડ્રાઈવરે અચાનક બ્રેક મારવાને કારણે તે ઘાયલ થઈ ગઈ હતી.