Gujarat News: રોજથી રોજ ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.. 40 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આજે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું છે. જ્યારે 10 શહેરમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે ગરમીને લઈ નવી આગાહી કરી છે. આજે પણ હિટવેવની આગાહી છે. આ સાથે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ અને 10 શહેરમાં 38 ડિગ્રી થી વધુ ગરમી નોંધાઈ છે.
સુરેન્દ્રનગરની વાત કરીએતો 39.7 ડિગ્રી કેશોદમાં 39.1 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 38.3 ડિગ્રી ડીસામાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું. કોસ્ટલ એરિયામાં 37 ડિગ્રી ઉપર તાપમાન છે. પોરબંદર અને ગીર સોમનાથ કોસ્ટલ વિસ્તારમાં આવતા 37 ડિગ્રી ઉપર તાપમાન જતા હિટવેવ અપાયું છે. તો કચ્છમાં પણ હિટવેવ જોવા મળ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી કરી છે. પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉંચકાવાની સંભાવના છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં વધારો થયો છે. જેમાં સિઝનની સૌથી વધુ ગરમી રાજકોટમાં 40 ડિગ્રી ઉપર નોંધાઈ છે. તો હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ કેટલી હિટવેવની આગાહી પ્રમાણે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવ નોંધાયું છે. ત્યારે આગામી દિવસોમાં પણ હજુ ગરમી વધે એવી શક્યતા જોવા મળી રહી છે.