Gujarat News: ગુજરાતમાં આગામી ૭ દિવસ મધ્યમ વરસાદની શકયતા રહેલી છે. અંબાલાલ પટેલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજથી અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શકયતા હોવાથી આગામી ૩ દિવસ ચક્રવાત આવશે, ઠંડીની શરૂઆત થાય તે પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની ભીતિ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બરના છેલ્લા દિવસોએ (૨૯ નવેમ્બર) ગુલાબી ઠંડીની શરૂઆત થશે. તેમણે જણાવ્યું કે ગ્રહોની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો વરસાદથી ભરપૂર રહેશે. કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જવાના છે.
કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થશે. તહેવાર ટાણે મોંઘવારીને માર લોકોએ સહન કરવો પડશે. આગામી ૨૪ કલાક ભારે વરસાદ પડશે. એટલું જ નહીં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ૭ નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત આવશે. જેની અસર ૧૦ દિવસ પછી તારીખ ૧૮ થી ૨૦ સુધી વધુ વર્તાશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી તકલીફો વધી જશે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ તેમજ પંચમહાલ, દાહોદમાં વરસાદ રહેશે. આવતીકાલે અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, ૨૧ થી ૨૩ ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળશે.