Junagadh News: ગુજરાત રાજકારણમાં મોટો ખળભળાટ: ધારાસભ્યનું નામ લખીને જૂનાગઢના યુવાનનો આપઘાત, સુસાઈડ નોટ હચમચાવી દેશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
junagadh news
Share this Article

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં એક યુવકે પોતાની સ્યુસાઇડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા (Vimal Chudasama) સહિત ત્રણ લોકોનાં નામ લખીને ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવક જુઝારપુર ગામનો રહેવાસી છે. જેણે ચોરવાડમાં આપઘાત કર્યો છે. નીતિન પરમાર નામના યુવકે ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.

 

 

બનાવ અંગે પોલીસને જાણ થતાં ચોરવાડ પોલીસની ટીમ જુજારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક નીતિન પરમારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ પ્રાચી ગામના મનુભાઈ કાવા અને ભાનુભાઈ કાવા દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

 

હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સુસાઇડ નોટમાં મૃતકે લખ્યું છે કે, આ ત્રણેયે મને માનસિક ત્રાસ આપ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસો ખાઈને મારું જીવન જીવી રહ્યો છું.” તેમણે કહ્યું કે, મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી તરફ ચોરવાડ હોસ્પિટલના આત્મહત્યા અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો કાળા કલરની કારમાં નીતિન પરમારને લાવતા જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે કે મૃતક નીતિન તેની માસીનો પુત્ર છે. મને બદનામ કરવાનું ષડયંત્ર છે… હું બે વર્ષથી નીતિનના સંપર્કમાં નથી, કોઈ લેવડ-દેવડ થઈ નથી.

 

 

BREAKING: ભારતમાં ફરીથી બે ટ્રેનો ધડાકાભેર સામસામે અથડાઈ, લાશોનો ઢગલો, મોતનો આકંડો વધે એવી શક્યતા

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને કતારની ઘટનાથી રોકાણકારોમાં ફફડાટ, ભારતને 20,300 કરોડનું નુકસાન

શરમ જેવું કંઈ બચ્યું નથી…. મહિલાએ તેના જ દીકરા સાથે લગ્ન કરીને બે બાળકોને જન્મ આપ્યો, બાપની સામે બેડરૂમમાં…

 

 

પોલીસે તાત્કાલિક અસરથી હાથ ધરેલી તપાસઃ દિનેશ કોડિયાતર 

આ અંગે માંગરોળ ડી.વાય.એસ.પી.ની રચના કરવામાં આવી છે. “આજે નીતિન પરમારને ચોરવાડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે બાદ તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલ દ્વારા ચોરવાડ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ચોરવાડ પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જે બાદ નીતિનભાઈના ભાઈ હિતેશભાઈ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. ચોરવાડ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

 


Share this Article