નવી આગાહીથી આખા ગુજરાતમાં નિરાશા! વરસાદની એક પણ સિસ્ટમ સક્રિય નથી! ચોમાસાની વિદાય થઈ ગઈ?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : રાજ્યમાં સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. અલ નીનો ગુજરાતમાં (gujarat) વરસાદ માટે જાણે વિલન બની ગયું છે. બીજી તરફ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું (Meteorological Department) અનુમાન  છે, જોકે હવામાન નિષ્ણાતો (Weather experts) કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે, જોકે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડે તેવી સંભાવના છે.

ઓગસ્ટ મહિનામાં ૮૫ ટકા ઓછો વરસાદ નોંધાયો

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જતો રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ૮૫ ટકા ઓછો વરસાદ થયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી, જેના લીધે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. સપ્ટેમ્બરમાં ઓછા વરસાદનાં એંધાણ છે. હવે એવું લાગે છે કે વરસાદ વગર જ ચોમાસાની વિદાય થઈ જશે. અલ નીનોના કારણે વરસાદની સિસ્ટમમાં ભારે અસર પડી છે, પરંતુ હાલમાં દેશનાં ઘણાં રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક ‌જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ આવી શકે છે, જ્યારે ત્રણ દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. અલ નીનોની અસરના કારણે સારા વરસાદની હજુ પણ રાહ જોવી પડશે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકાં રહેવાની સંભાવના છે. આ દરમિયાન નોર્થ ગુજરાત પણ સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની કોઈ પણ શક્યતા નથી.

 

 

મુકેશ અંબાણીએ રેકોર્ડ તોડી નાખ્યો, રિલાયન્સ કંપનીએ આ વર્ષે ભર્યો સૌથી વધારે 1600 કરોડથી વધારેનો ટેક્સ

ટામેટાં 300 રૂપિયાથી ઘટીને 14 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા, જાણો કેમ હવા નીકળી ગઈ, ભાવ અઠવાડિયાથી સતત ઘટવામાં

50 કરોડ ખાતાધારકો માટે નાણામંત્રીની સૌથી મોટી જાહેરાત, દરેક ખાતા પર મળશે 10,000 રૂપિયાની સુવિધા!

 

આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની કોઈ આગાહી નથી
હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાં ઝાપટાં પડી શકે છે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ ‌પિયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતાં એવું કહેવાયું છે કે ૨૮ ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. હવે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન ૩૦ ઓગસ્ટે છે. રક્ષાબંધનના દિવસે છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની કોઈ આગાહી નથી.

 


Share this Article