તારક મહેતાની બબીતા એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પ્લેટફર્મ યૂટ્યૂબ પર ઘણી જ એક્ટિવ છે. અને અવાર નવાર તેનાં યૂટ્યૂબ વીડિયો શેર કરતી રહે છે.
હવે યુટ્યુબ પર મુનમુન દત્તાની પોતાની ચેનલ છે જેમાં તે તેનાં વીડિયો શેર કરતી રહે છે. ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ કોમેડી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા આશરે 12 વર્ષથી દર્શકોનાં દિલ પર રાજ કરે છે.
આ શોમાં બબીતાજીનું કિરદાર અદા કરીને પ્રખ્યાત થયેલાં મુનમુન દત્તાને આજે સૌ કોઇ જાણે છે.
મુનમુન દત્તા યૂટ્યૂબ પર ઘણી ફેમસ ક્રિએટર છે. અને આ માટે તેણે હાલમાં જ યૂટ્યૂબ તરફથી સિલ્વર પ્લેબટન આપવામાં આવ્યું છે.
સિલ્વર પ્લેબટન મળવાની ખુશીમાં મુનમુન દત્તાએ રાજ અનડકટ એટલે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં નવાં ટપ્પુનો આભાર માન્યો છે.
જોકે, આ પહેલી વખત નથી જ્યારે મુનમુન દત્તાએ આમ પબ્લિકલી રાજ અનડકટનો આભાર માન્યો છે.
આ પહેલાં પણ બંને એકબીજાને જાહેરમાં સપોર્ટ કરતાં અને એકબીજાનાં વખાણ કરતાં નજર આવી ચુક્યા છે. ત્યારે અહીં જુઓ બબીતાજીની દરેક તસવીરો