Gujarat News : સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા (capital punishment) ફટકારી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી, આરોપીએ 27 ફેબ્રુઆરી 2023ના દિવસે બાળકીની હત્યાને અંજામ આપ્યો હતો.
સુરત શહેરના સચિનના કપલેટા ગામમાં રહેતી બે વર્ષની બાળકીનો મૃતદેહ 28 ફેબ્રુઆરી 2023ના રોજ એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી મળી આવતા પરિવારજનોમાં દુઃખનો પહાડ પડી ગયો હતો. બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે પાડોશી ઇસ્માઇલની ધરપકડ કરી હતી
બાળકી દરરોજની જેમ પાડોશમાં રહેતા પિતાના મિત્ર ઇસ્માઇલ યુસુફના (Ismail Yusuf) ઘરે સોમવારે સાંજે રમવા માટે ગઈ હતી અને બાદમાં મૃત હાલમાં મળી આવી હતી. જેથી પોલીસે પાડોશી ઇસ્માઈલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમની મહેનત બાદ યુસુફને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. તો બાળકીના મૃતદેહને પણ પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું, આરોપીએ બાળકીના શરીરના અંગો પર ઈજા પહોંચાડી હતી. પોતાના ઈજા કઈ રીતે પહોંચાડી તેનો મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?