થોડા દિવસ પહેલા સાવરકુંડલામાં લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. સાવરકુંડલા તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત મુખ્ય સૂત્રધાર દલાલની ધરપકડ કરી હતી ત્યારે હવે હાલમાં અમરેલીની એક અનોખો કિસ્સો સામે આવ્યો છે અને દરેક કુંવારા હિન્દુ છોકરાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. કારણ કે આ મુસ્લિમ યુવતી બધાને પૈસા પડાવીને લૂંટી રહી છે. લૂંટેરી દુલ્હનનો આ કિસ્સો હાલમાં ચારેકોર ચર્ચામાં આવી રહ્યો છે. આ યુવતી પહેલા હિન્દુ બની અને પછી લગ્ન વાંછુક યુવક સાથે લગ્ન કરીને 15 દિવસમાં ભાગી ગઈ હતી. આ અંગે અંગે દિનેશ જ્યાણી નામના યુવકે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.
પોલીસે આ મામલે વાત કરી કે જ્યોતિ નામ ધારણ કરી ફરજાનાબાનું નામની આ યુવતીએ સાવરકુંડલામાં યુવક દિનેશ જ્યાણી સાથે લગ્ન કરી રૂપિયા 90,000 પડાવી લીધા હતા. લગ્નના 15 દિવસમાં જ ભાગી ગઈ. દિનેશ જયાણીએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની સાવરકુંડલા પોલીસ મથકમાં હાલમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા જ્યોતિ ઉર્ફે ફરજાનાબાનુને જલાલપુર વેસ્મો ગામેથી ઝડપી પાડી.
આમ આદમીની મોંઘીદાટ ઓફર, AAPએ BJPના નેતાને ખરીદીને પોસ્ટ આપવા માટે કરી પુરા 1 કરોડની ઓફર!
આ પહેલા ટોળકી સાવરકુંલાના યુવક પાસેથી રૂપિયા 1,90,000 ઝડપી લીધા હોવાનો કિસ્સો પણ હજુ તાજો જ છે. બંને ગુનાના માસ્ટરમાઈન્ડ કિશોર મકવાણા અને તાહેરા ઉર્ફે કાજલને પોલીસે ઝડપી પાડી દિવસે તારા બતાવ્યા હતા.