Gujarat Weather: રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું પડ્યું. ખેડૂતોને મોટું નુકસાન આવ્યું અને શહેરમાં લોકોની રજાની મજા બગડી ગઈ હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે મોટાભાગના વિસ્તારોમાં મિની વાવાઝોડા, વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. ત્યારે હવે આજ માટે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે માવઠાને પગેલે વરસાદ અને વિજળી પડતા રાજ્યમાં 16 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે 50થી વધુ પશુના પણ મૃત્યું થયા છે. તો બીજી બાજુ ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે. તુવેર, કપાસ, ગુવાર, કાપેલા ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે.
ગઈકાલે રવિવારે વરસાદ પડ્યો એમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેવા કે સુરત, નવસારી અને વલસાડમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની વકી છે.
એ જ રીતેલ આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે થવાની આગાહી છે. જ્યારે અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જગ્યાએ અને કચ્છમાં હળવાથી મધ્યમની શક્યતા દર્શાવવામાં આવી છે.