Lok patrika special: ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધરવાળા ગામના રહેવાસી દિનેશભાઈ અને ગીતાબેન મકવાણાની દીકરી નિધિ જામનગરનાં ધ્રોલ મુકામે પંચાયત વિભાગમાં નિમણુક મેળવી શકી એનો શ્રય જો કોઈને આપવો હોય તો તે છે તેના મા બાપ. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ દિનેશભાઈએ ખરા અર્થમાં દીકરી નિધિને ચમક આપી.
સામાન્ય રીતે ઘરમાં વિકલાંગ બાળક હોય તો કેટલાંક માં બાપ તેને દયા કે બિચારાની નજરે જોતા હોય પણ અહી નિધિની બાબતમાં દિનેશભાઈ અને ગીતાબેન સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂપ સાબિત થયા છે. દીકરીને દીકરા જેમ ઉછેરનાર દિનેશભાઈ દીકરી નિધિ માટે જાગતા રહ્યા છે. ગીતાબેન પણ હંમેશા નિધિની આંખ બની પડખે ઉભા રહે.
દિનેશભાઇને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. એમાં નિધિ બીજા નંબરનું સંતાન. ગામડા ગામમાં જન્મેલી અંધ દીકરી જોઈ કાશ ઘણાને હતાશા જન્માવી ગઇ હશે પણ દિનેશભાઈ અને ગીતાબેન આ દીકરી માટે કંઇક કરી છૂટવા સતત પ્રવૃત્ત રહ્યા અને નિધિ પંચાયત વિભાગ સુધી પગલાં મૂકી શકી.
નિધિએ બાલમંદિરથી બાર ધોરણ સુધીનો અભ્યાસ ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં કર્યો છે. અહી બ્રેઈલ લિપીની મદદથી તેણે ખૂબ કાળજી સાથે શિક્ષણ મેળવ્યું. તદ ઉપરાંત રસોઈ, સંગીત તેમ જ જીવન જરૂરી બાબતનું જ્ઞાન મેળવ્યું છે. શાળા સમય દરમ્યાન લેખન અને વાચનની શોખીન નિધિએ રાજ્ય લેવલની વકતૃત્વ અને લેખન વાચનની સ્પર્ધામાં 20 જેટલાં પુરસ્કાર મેળવ્યા છે. 2018 ની રાજ્ય લેવલે થયેલ રસોઈ સ્પર્ધામાં પણ એ પ્રથમ આવી હતી.
અભ્યાસમાં સતત કાળજી રાખી ધોરણ 10 માં 79 અને 12 માં 73 ટકા સાથે ઉતીર્ણ થઈ મુખ્ય વિષય ગુજરાતી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ k s n કણસાગરા કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. હાલમાં તે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં સિધ્ધિ બીએડ કોલેજમાં શિક્ષકના તાલીમી અભ્યાસનું જ્ઞાન મેળવી રહી છે. નિધિને કોલેજ કાળ દરમ્યાન ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડેલો.
હાથમાં આ રેખા હોય તો વ્યક્તિ આજીવન કરોડો છાપે, જ્યાં જાય ત્યાં દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવે
ઘરની બારી જો આ દિશામાં હોય તો ધનનો ભંડાર ભરાય જાય, દેવી લક્ષ્મી અને કુબેર દેવતા રૂપિયાનો વરસાદ કરે
ક્યાંક યુનિવર્સિટીની બેદરકારીના કારણે તેને એક વર્ષ ઘરે બેસવું પડેલું. આવે વખતે એ ખૂબ હતાશ થયેલી પણ કહેવાય છે ને કે જે ઘર્ પ્રેમ આપી શકે એ બધું જ આપી શકે. નિધિ સાથે આ જ થયું. દિનેશભાઈ અને ગીતાબેન સતત તેની કાળજી લેતા રહ્યા અને નિધિની સિધ્ધિ આખરે એ બંનેના જીવનમાં વસંત લાવી. પ્રયત્નશીલ પ્રેમાળ ગીતાબેન અને દિનેશભાઇને વંદન અને પ્રવૃત્તિશીલ નિધિને અભિનંદન.