Gujarat Politics news: ઘણા સમયથી વધારે પડતાં કાર્યક્રમોમાં ક્યાંય જોવા ન મળતા એવા ભાજપના પ્રખ્યાત નેતા નીતિન પટેલને ( nitin patel ) લઈ એક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ મહેસાણાના કડી ખાતે 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ નીતિન પટેલનો રૂણ સ્વીકાર કરવા માટે પણ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ કાર્યક્રમમાં રાજનીતિની ( gujarat politics ) કેટલીક એવી વાત કરી કે જે સાંભળીને ગુજરાતના લોકો દંગ રહી ગયા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, અમારા રાજકારણમાં શુ હોય છે કે, હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે બીજા કોઈ ને દેખાવા ન દેવાના એવી પદ્ધતિ હોય છે. પરંતુ અહી એકલાનો જ નહી, મારા સાથીદારો તેમજ કાર્યકરો અને મારા બોલાયેલા મહેમાનોનું દરેક જણનું સ્વાગત કરવામાં આવ્યું છે.
Dhrol: ધ્રોલ નગરપાલિકાની નાક નીચે ગેકાયદેસર બાંધકામ થતા ફટકારાઈ નોટિસ!
BREAKING: તમિલનાડુના કુન્નુરમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખાડામાં પડી, 8ના મોત, 35 ઘાયલ
ભારતે લદ્દાખમાં સૈનિકો માટે બનાવ્યો ‘અદૃશ્ય રોડ’, સૈન્ય સહાય સરળતાથી દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચી જશે
નીતિન પટેલે પોતાના નિવેદનમાં આગળ વાત કરી કે હું આ કક્ષાએ ત્યારે પહોંચી શક્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મને મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે. સરદાર યુવક મંડળ ( sardar yuvak mandal ) વિશે વાત કરતાં નીતિન પટેલ બોલ્યા કે આપણા સરદાર યુવક મંડળ દ્વારા ડોનેશન કેમ્પ યોજી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે. 11,000માંથી એક એકનો જીવ બચ્યો હોય તો 11000ના જીવ સરદાર પટેલના નામથી બનેલી સંસ્થાના કારણે બચાવી શક્યા છે.