હવે ભારતમાં દારુ વેચશે શાહરૂખનો દીકરો આર્યન ખાન, દુનિયાની સૌથી મોટી કંપની સાથે ડીલ ફાઈનલ કરી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હવે વિદેશી દારૂનું વેચાણ કરશે. બિઝનેસની દુનિયામાં એન્ટ્રી લઈને તેણે દુનિયાની સૌથી મોટી લિકર કંપની AB InBevના ભારતીય યુનિટ સાથે જોડાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ કંપની બડવીઝર અને કોરોના જેવી બીયર બ્રાન્ડનું વિતરણ અને માર્કેટિંગ કરે છે.

ડી’યાવોલ વોડકા બ્રાન્ડ લોન્ચ કરશે

રિપોર્ટ અનુસાર, 25 વર્ષીય આર્યન ખાન તેના બિઝનેસ પાર્ટનર્સ સાથે મળીને ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આયર્નએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આની જાહેરાત કરી છે. તેણે જે વોડકા બ્રાન્ડ લોન્ચ કરી છે તેનું નામ ડી’યાવોલ છે. જેને તે પોતાના પાર્ટનર બંટી સિંહ અને લેટી બ્લાગોવા સાથે લોન્ચ કરશે.

ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરીને જાહેરાત

આર્યન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડી’યાવોલના લોગો સાથેના ફોટા પણ શેર કર્યા છે. તેણે બે ફોટા પોસ્ટ કર્યા છે, એકમાં તે એકલો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજામાં તે તેના પાર્ટનર સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરો સાથે કેપ્શન આપતા તેણે લખ્યું, ‘આના માટે લગભગ પાંચ વર્ષ લાગ્યા છે. ડી’યાવોલ આખરે અહીં છે…’ યુઝર્સ તેની આ પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

આર્યન ખાને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેણે સ્લેબ વેન્ચર નામની કંપની બનાવી છે! રિપોર્ટ અનુસાર, આર્યન ખાન, બંટી સિંહ અને લેટી બ્લેગોએવાએ મળીને ડી’યાવોલને લોન્ચ કરવા માટે સ્લેબ વેન્ચર્સ નામની કંપની બનાવી છે. જે અંતર્ગત આ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવામાં આવશે. તેણે તેના વિતરણ અને માર્કેટિંગ માટે Anheuser-Busch InBev (AB InBev) ના સ્થાનિક એકમ સાથે ભાગીદારી કરી છે.

વેપાર વધારવાની યોજના

આર્યન ખાન દ્વારા આ અલ્ટ્રા-પ્રીમિયમ વોડકા બ્રાન્ડ ડાયવોલ (ડી’યાવોલ)ના લોન્ચ બાદ, તે માત્ર AB InBev દ્વારા જ વેચવામાં આવશે અને તેનું વિતરણ કરવામાં આવશે. આ પછી, તે વ્હિસ્કી અને રમ જેવા બ્રાઉન સ્પિરિટ લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે. ETના અહેવાલ મુજબ, આ ભાગીદારી હેઠળ બજારમાં ઘણી વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. આમાં આર્યન ખાનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તે 2018માં જર્મનીમાં તેના બિઝનેસ પાર્ટનર્સને મળ્યો હતો, જ્યારે આ વિશે ચર્ચા શરૂ થઈ હતી.


Share this Article