Seema Haider-Sachin Love Story: પાકિસ્તાની મહિલા સીમા હૈદર જ્યારથી ભારત આવી છે ત્યારથી તે સતત દાવો કરતી રહી છે કે તે પોતાના ભારતીય બોયફ્રેન્ડ સચિન મીનાને ખૂબ જ પ્રેમ કરે છે. આ દરમિયાન સીમા અને સચિનના સંબંધોને લઈને મોટો ખુલાસો થયો છે કે બંનેના સંબંધો માત્ર પ્રેમના જ નહોતા, પરંતુ બંને વચ્ચે ટકરાવ પણ થયો હતો. આ દાવો નોઈડાના આંબેડકર નગરમાં ભાડાના મકાનમાં રહેતા સીમા-સચિનના મકાન માલિકે કર્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે સચિન સીમાને મારતો હતો.
મકાનમાલિકે જણાવ્યું કે, સચિન બીડી પીવા માટે સીમાને મારતો હતો
મકાન માલિકે જણાવ્યું કે ક્યારેક બંને વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા. તેણે કહ્યું કે સીમા બીડી પીતી હતી અને જ્યારે સચિને ના પાડી ત્યારે પણ તે રાજી ન થઈ. આ કારણથી સચિન તેને મારતો હતો.
સીમા પાકિસ્તાન પાછા જવા તૈયાર નથી
બીજી તરફ, સીમા હૈદર વારંવાર સચિન માટે તેના સાચા પ્રેમનો દાવો કરી રહી છે અને કોઈપણ સંજોગોમાં પાકિસ્તાન જવા તૈયાર નથી. સીમા હૈદર હવે ભારતમાં પોતાનું ભવિષ્ય શોધવામાં વ્યસ્ત છે. તે કહે છે, “પાકિસ્તાનમાં મારું કોઈ ભવિષ્ય નથી… ત્યાં અભિમાનના નામે લોકોને મારી નાખવામાં આવે છે… હું બલૂચ જનજાતિમાંથી છું, તેઓ મને છોડશે નહીં.”
રાષ્ટ્રપતિ મુર્મૂને મોકલવામાં આવી 38 પેજની દયા અરજી
એટલું જ નહીં સીમાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ભારતની નાગરિકતા મેળવવા માટે 38 પેજની દયા અરજી પણ મોકલી છે. આમાં તેમણે બાળકો સાથે ભારતમાં રહેવાની મંજૂરી માંગી છે… પોલીસની હાજરીમાં સીમાએ કહ્યું કે, “હું અત્યારે ભારતની વહુ છું અને મારે અહીં રહેવું છે. મારે પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી.”
હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?
આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત
સીમાએ સચિન માટે ઘર છોડ્યું, પતિને છોડી દીધો, દેશ પણ છોડી દીધો. હવે તે પોતાનું આખું જીવન સચિન સાથે વિતાવવા માંગે છે અને પાકિસ્તાન પાછા જવા માંગતી નથી. જો કે તેને પાકિસ્તાન મોકલવાની માંગ સતત વધી રહી છે.