ભવર મીણા, પાલનપુર: કાગળ સહિત અન્ય સામગ્રી ના ભાવ માં વધારો થતાં નવા સત્ર માં વાલીઓ એ બાળકો ના ભણતર માટે મોંઘવારી નો માર જેલવો પડશે જોકે નાના વેપારીઓ એ મૂડી રોકાણ વચ્ચે ઓછો નફો મળે તેવા સંકેતો સેવાઈ રહ્યા છે. રાજ્ય ભર માં જાણે કાગળ ની અછત સર્જાઈ હોય તેમ દિનપ્રતિદિન કાગળ તેમજ સ્ટેશનરી ના ભાવ માં વધારો નોંધાઇ રહ્યો હોવાથી આગામી નવું સત્ર થી બાળકો નો અભ્યાસ મોંઘો થાય તેમ છે.
વર્તમાન સમય કાગળ ના ભાવો માં નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો હોવાથી રોજે રોજ નવા વધારા સાથે ભાવો આવી રહ્યા છે. દૂધ,દહીં,છાસ ,તેલ,સહિત ખાદ્યપદાર્થો ના ભાવ આસમાને પહોંચી ગયા છે.જ્યારે પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવો ને લઈ ટ્રાન્સપોર્ટ ના ભાવો પણ વધી ગયા છે.જેથી વેપારીઓ સહિત લોકો અનેક પરેશાની નો સામનો કરી રહ્યા છે.તો વળી છેલ્લા દોઢેક માસ થી સતત કાગળો ના ભાવો માં વધારો થતાં A 4 કાગળો 190 સુધી પહોંચી ગયા છે.
તો વળી ચોપડા પેનો સહિત અન્ય સ્ટેશનરી સામાન ના ભાવો માં પણ 25 થી 30 ટકા નો વધારો નોંધાઇ રહ્યો હોવાથી શાળા નું નવું સત્ર મોંઘુ થાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છેકે,અગાઉ નવા સત્ર ની બાળકો ના અભ્યાસ માટે કરાતી ખરીદી માં આ વર્ષે જૂન માસ માં 30 ટકા વધુ ખર્ચ સાથે થવા ની હોવાથી મધ્યમ વર્ગ ના પરિવાર ને બાળકો ને ભણાવવું મુશ્કેલ બને તેમ લાગી રહ્યું છે.
નોંધપાત્ર છેકે,ચોપડી ની સેફટી માટે પૂંઠા ચઢાવવા માં આવે છે જે અગાઉ 10 માં ચઢતા હતા આજે 15 થવા જઈ રહ્યા હોવાથી સરેરાશ ભાર વગર ના ભણતર પર મોંઘવારી નો ભાર વધી રહ્યો છે. અગાઉ ઉધારી હતી હવે એડવાન્સ આપવું પડે છે. અગાઉ નાના સીમાંત વેપારીઓ મોટા વેપારીઓ પાસે થી ઉધાર માલ સામાન લાવી વેપાર કરતા હતા અને ધીરેધીરે રૂપિયા ચૂકવતા હતા પરંતુ આજે સ્થિતિ એ થઈ છે કે મોટા વેપારીઓ ને એડવાન્સ ચુકવણું કર્યા બાદ માલ મળી રહ્યો છે.
નાના સીમાંત વેપારીઓ નવા સત્ર ની તૈયારીઓ ને લઈ વિમાસણ માં મુકાઈ ગયા છે. બાળકો ને અભ્યાસ માં વપરાતા ચોપડા ઓ માં કાગળ ના વધતા ભાવો ને લઈ ભાવ માં વધારો થયો છે તો વળી તમામ જાત ની કાગળ ને ફાઈલો ના ભાવો પણ વધી ગયા છે જ્યારે એ ફોર,લીગલ કાગળ ના આસમાન ને પહોંચેલા ભાવો ના લીધે ઝેરોક્ષ ના ભાવો માં પણ વધારો થઈ રહ્યો છે.
સતત ભાવ વધારા ના લીધે રૂપિયા 1 અને 2 માં વેચાતી યુઝ એન્ડ થ્રુ બોલપેન લુપ્ત થઈ ગઈ છે તો વળી 3 વાળી પેન ના ભાવો પણ 4 સુધી પહોંચી ગયા છે.જેના લીધે નાના સીમાંત વેપારીઓ વેપાર ને લઈ વિમાસણ માં મુકાઈ ગયા છે.