PM મોદીની વાહવાહી: CM ભૂપેન્દ્ર પટેલનાં દીકરાના વાવડ કઢાવવા હોસ્પિટલ પહોચ્યા, જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendr modi) ગુજરાતના (gujarat) પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ અંબાજી ખાતે દર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂ. 5,950 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયત વિશે પૂછ્યું હતું.

પીએમ મોદીએ અનુજના ખબર અંતર પૂછ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત અંગે પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીની પુત્ર સાથેની તસવીર ટ્વીટ કરી છે. થોડા દિવસ પહેલા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ અનુજને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જેમની તબિયત અત્યારે સારી છે.

 

 

અનુજ પટેલની તબિયત અત્યારે ઠીક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત સારી છે. અનુજ પટેલને થોડા દિવસ પહેલા મુંબઈથી ગુજરાત પરત લાવવામાં આવ્યો છે. તેઓ મુંબઈમાં બ્રેઈન સ્ટ્રોકની સારવાર લઈ રહ્યા હતા, જ્યારે તેમની તબિયત હવે ઠીક છે.

 

ઈઝરાયલી સેનાની ગાઝાને ચેતવણી, કહ્યું -તત્કાલ ગાઝા છોડો નહિતર ભુક્કા બોલાવી દઈશું !

આ મહિલા ડિગ્રી વગર 6 કલાકમાં દર મહિને 50 લાખ રૂપિયા કમાય છે, તેના કામ વિષે જાણી ચૌકી જશો!

 લાંબી આયુષ માટે મળી ગયો જબરદસ્ત તોડ,સમય પહેલાં મોત ટચ પણ નહીં કરે,વૈજ્ઞાનિકો પણ હૈરાન 

 

વધુ સારવાર માટે તેમને અમદાવાદથી મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને ચાર મહિના પહેલા બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પછી તેને સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. જેઓ હવે સ્વસ્થ છે.

 

 


Share this Article