Gujarat News : રાજકોટ ભાજપમાં આંતરિક અંસતોષ ફરી એક વાર સપાટી ઉપર આવ્યો છે. પખવાડિયા પહેલા પક્ષમાં કામ કરનાર સાચા કાર્યકરો વેતરાઈ જાય છે, અને ચાપલુસી કરનારાને પદ મળે છે, તેવી કવિતા સોશ્યલ મિડીયામાં (Social media) વાયરલ થયા બાદ ગઈકાલે મનપામાં મેયર,ડે.મેયર,ચેરમેન સહિત નવા પદાધિકારીઓની નિયુક્તિ બાદ આજે નારાજગીની પત્રિકા વહેતી થઈ હતી. જે સોશ્યલ મિડીયામાં અને લોકોમાં વાયરલ થઈ છે. એપીએમસી ગઢડા પ્રિન્ટ થયેલા શબ્દો સાથે આંકેલા પાના ઉપર બે પાનાની આ પત્રિકામાં રાજકોટ મનપામાં પદાધિકારીઓની પસંદગી સામે બળાપો ઠાલવવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મૂજબ મેયર,ડે.મેયર,ચેરમેન,શાસક નેતા,દંડક અને 15 સમિતિના ચેરમેનો નિમાયા તેમાં કેટલાક હોદ્દા તો ભાજપના નેતાઓએ પોતાનો અંગત સ્વાર્થ જોઈને લ્હાણી કરી છે.
જે કોર્પોરેટરો પ્રજાના કામો કરવાને બદલે મોટા ગોડફાધરોના કાર્યાલયે સતત બેસવા જાય છે, જન્મદિવસ વખતે નેતા સાથેના ફોટા સોશ્યલ મિડીયામાં મુકે છે, ગોડફાધરોની પ્રશંસા કરે તેવાને જ હોદ્દા આપેલા છે, અને પખવાડિયા પહેલા ઉપલાકાંઠેથી વહેતી થયેલી કવિતાને સાચી ઠરાવી છે.
વધુમાં ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ગત સરકારમાં મંત્રી બનેલા નેતા કરતા પણ સિનિયર એવા પરેશ પીપળીયા, નરેન્દ્ર ડવ, કેતન પટેલ, અશ્વીન પાંભર જેવા અનેક કોર્પોરેટરોને પદ અપાયા નથી. મેયર,ડેપ્યુટી મેયર પદે નવોદિત મુકાયા તો ચૂપચાપ કામ કરતા ડો.નેહલ શુક્લ, દેવાંગ માંકડ જેવા નેતાઓના સ્ટે.ચેરમેન પદમાં પત્તા કપાયા છે.
RBI ખીજાઈ ગઈ અને બધી બેન્કને કડક આદેશ આપી દીધો, એક દિવસના 5000 રૂપિયા ચાર્જ, હોમ લોન લેનારા વાંચી લેજો
લગ્ન પ્રસંગ આવતા જ મોજ પડે એવા સમાચાર, સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, ફટાફટ જાણી લો નવા ભાવ
મૂર્તિઓ, સ્તંભો, પથ્થરો… અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે 50 ફૂટ ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા..
કોંગ્રેસ નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી
બીજી બાજુ આ કવિતાકાંડને લઈને કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું પણ નિવેદન સામે આવ્યું છે. મહેશ રાજપુતે કહ્યું છે કે ભાજપમાં વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાથી રોષ એ આવકારદાયક બાબત છે. વધુમાં કોંગ્રેસ મુક્ત ભારતના નારા આગળ ધરીને હાલ કોંગ્રેસયુક્ત ભાજપ થઈ ગયું હોવાથી કાર્યકરોની આવગણના થઇ છે. પાર્ટીને વફાદાર અને લોકો જેને ચાહે તેવા નેતાને હોદા મળવા જોઈએ નહિ કે વ્યક્તિને વફાદાર હોય તેવા લોકોને ! તેમ અંતમાં કહ્યું હતું.