તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ શ્રી જોસે રામોસ હોર્તા ગુજરાતના પ્રવાસે, ગાંધીનગર ખાતે Vibrant Gujarat Global Summit 2024માં લેશે ભાગ

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Gujarat: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતના પ્રવાસે પધારેલા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ શ્રી જોસે રામોસ હોર્તાનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિને આવકારવામાં આવ્યા હતા.

આ તકે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, વિદેશ મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ અંશુમન ગૌર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.

તમને જણાવી દઈએ કે, આગામી તા. 10, 11 , 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. જેમાં દેશ વિદેશના ડેલીગેટ્સ, વિવિધ રાજ્યોના પ્રતિનીધીઓ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, કેન્દ્ર તથા વિવિધ રાજ્યના મંત્રીઓ, ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેવાના છે.

નકલીનો રાફડો ફાટ્યો… જૂનાગઢના ગાદોઈ ગામ પાસે નકલી ટોલનાકું ઝડપાયું, અસલી-નકલીના ભેદ વચ્ચે પીસાઈ ગુજરાતની જનતા

600 લોકોની ટીમ, 6 મહિના રાત-દિવસ મહેનત, 15 લાખ ફૂલ-છોડ, 150 વેરાયટી…. ત્યારે જઈને તૈયાર થાય છે એક ફ્લાવર શો

Bullet Train: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેનને લઈને મોટું અપડેટ, સરકારે આ કામ 100 ટકા કર્યું પૂર્ણ, જાણો ક્યારે થશે શરૂ?

આ સમયગાળા દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા વી.વી.આઇ.પી.ઓની સલામતીને ધ્યાનમાં રાખીને તા. 10/01/2024, બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે 10.30ના બદલે બપોરે 12:00 વાગ્યાનો રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Share this Article