યુપી અને મહારાષ્ટ્રમાં આજે શાળાઓ બંધ રહેશે. યુપીમાં તેનું કારણ ખરાબ હવામાન છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદનો તહેવાર છે. શરૂઆત કરીએ યુપીથી તો હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને પ્રયારાજ, પ્રતાપગઢ, ફતેહપુર, મિર્ઝાપુર, સોનભદ્ર, બહરાઈચ, ચિત્રકૂટ, હમીરપુર સહિત ઘણા જિલ્લાઓમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન યાગીના કારણે રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ રજાનો આદેશ તમામ કાઉન્સિલ અને માન્ય શાળાઓને લાગુ પડશે. જિલ્લાના તમામ બ્લોક એજ્યુકેશન ઓફિસરને આદેશનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. પ્રતાપગઢમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે.
20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે યાગી ચક્રવાતને કારણે રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે પૂર્વાંચલના 50 ગામો પૂરની ઝપેટમાં છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
મહારાષ્ટ્રમાં પણ શાળાઓમાં રજા
મહારાષ્ટ્રની શાળાઓમાં 16 સપ્ટેમ્બરથી રજા છે. અહીં ઈદ-એ-મિલાદની રજા છે. જેના કારણે તમામ શાળા-કોલેજો બંધ છે. રાજ્ય સરકારે ગણેશ વિસર્જનને કારણે 16મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધીની રજા લંબાવી છે.