કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ શહેર પહોંચી ગયા છે. તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં એનઆરઆઈ સાથે વાતચીત કરી. તેઓ અમેરિકન ધારાશાસ્ત્રીઓને પણ મળશે.
રાહુલ ગાંધી મંગળવારે રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા અને અન્ય IOC સભ્યોએ રાહુલનું સ્વાગત કર્યું હતું. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાહુલને ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે એરપોર્ટ પર બે કલાક રાહ જોવી પડી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધી ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે લાઈનમાં ઊભા હતા ત્યારે ફ્લાઈટમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા ઘણા લોકોએ તેમની સાથે સેલ્ફી ક્લિક કરી હતી. આ દરમિયાન જ્યારે લોકોએ તેમને પૂછ્યું કે તમે લાઈનમાં કેમ ઉભા છો તો ગાંધીજીએ જવાબ આપ્યો, “હું એક સામાન્ય માણસ છું. મને તે ગમે છે. હું હવે સાંસદ નથી.”
વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
રાહુલ ગાંધીનો પ્રવાસ સાન ફ્રાન્સિસ્કોથી શરૂ થયો છે, જ્યાં તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. અહીં રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસીમાં સાંસદો અને થિંક ટેન્ક સાથે બેઠકો બાદ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે.
52 વર્ષીય કોંગ્રેસ નેતા ભારતીય-અમેરિકનોને સંબોધશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે તેવી અપેક્ષા છે. તેમની મુલાકાત 4 જૂને ન્યૂયોર્કમાં જાહેર સભા સાથે સમાપ્ત થશે. આ કાર્યક્રમ ન્યુયોર્કના જેવિટ્સ સેન્ટર ખાતે યોજાશે.
આ પણ વાંચો
રાણો રાણાની રીતે… દેવાયત ખવડે નવી નકોર મર્સિડીઝ છોડાવી, તસવીરો અને વીડિયો વાયુવેગે વાયરલ
રાહુલનું સંસદ સભ્યપદ માર્ચમાં રદ કરવામાં આવ્યું હતું
2019માં મોદી સરનેમ પર આપેલા ભાષણને લઈને સુરત કોર્ટ દ્વારા આ વર્ષે માર્ચમાં બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા હતા. રાહુલને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હવે રાહુલે પોતાનો રાજદ્વારી પાસપોર્ટ પણ સરેન્ડર કરી દીધો છે. આ પછી, તેણે દિલ્હી હાઈકોર્ટને સામાન્ય પાસપોર્ટ માટે એનઓસી આપવાની માંગ કરી. કોર્ટે રાહુલની માંગણી સ્વીકારી હતી.