Gujarat News: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હતી અને એ પ્રમાણે જ આજે સવારથી વરસા શરૂ થયો છે. સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ તાલાલામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પાટણ-વેરાવણમાં સવા ઈંચ તો વંથલીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.
તો આ તરફ સમાચાર મળી રહ્યાં છે કે સુરતમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભાટા વિસ્તારમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને લઈ શિયાળું પાકને કરોડો રૂપિયાનું નુકસાન પણ ગયું છે.
રાજકોટમાં કમોસમી વરસાદથી જણસીઓ પલળી ગઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી જતાં ભારે નુકસાન ગયું છે. વરસાદની આગાહી બાદ સૂચના પણ આપી હતી. છતાં સૂચનાનું પાલન ન કરતાં યાર્ડમાં જણસી પલળી જતી જોવા મળી રહી છે.
રાજકોટ શહેરમમાં પણ સવારથી જ ભારે પવન સાથે કરા પડ્યાં છે. શહેરના ઘણા વિસ્તારમાં કરા સાથે માવઠું પડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. થોરાળા, ગંજીવાડા, ભાવનગર રોડ વિસ્તારમાં કરા પડ્યા છે. હાલમાં પણ શહેરના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ છે.
જૂનાગઢની વાત કરીએ તો માળીયાહાટીના પંથકમાં માવઠું પડ્યું છે. વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચણા, ડુંગળી, જીરું, કપાસના પાકને નુકશાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખેડૂતનું કહેવું છે કે આ માવઠું મોઢે આવેલો કોળીયો છીનવી લેશે