રક્ષામંત્રી રાજનાથસિંહે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી

Lok Patrika Desk
By Lok Patrika Desk
rajnath
Share this Article

રક્ષામંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ-કાશ્મીરનાં રજૌરીમાં આવેલા કાંડી જંગલનાં વિસ્તારમાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર વચ્ચેની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યાં હતાં.

rajnath

રાજનાથસિંહનું શહિદોને નમન

રાજૌરીમાં રક્ષામંત્રીએ આર્મી બેઝ કેમ્પની મુલાકાત કરી હતી. તેમજ જ આતંકવાદીઓ સાથેની લડાઈમાં શહીદ થયેલા સૈનિકોને નમન કર્યું હતું. ઉપરાંત લશ્કરી છાવણીમાં તૈનાત સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું, ‘સૈનિકોનું બલિદાન ક્યારેય નહીં ભૂલી શકાય’

 

રાજનાથસિંહની સૈનિકો સાથે વાતચીત

રાજૌરીનાં આર્મી બેઝ કેમ્પની મુલાકાત દરમિયાન રક્ષામંત્રીએ સરહદ પરની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ સૈનિકો સાથે વાતચીત કરી અને તેમનાં પ્રયત્નોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે ‘તમારો ઉત્સાહ જાળવી રાખો, તમને ચોક્કસથી સફળતા મળશે’. વધુમાં રાજનાથસિંહે કહ્યું કે, ભારત માતૃભૂમિની રક્ષા કરવા માટેની તેમની નિષ્ઠાને સલામ કરે છે. મુશ્કેલ પ્રદેશોમાં ભારતીય સૈનિકોનાં અતુલ્ય સાહસ અને નિરંતર સાવચેતીનાં લીધે રાષ્ટ્ર સુરક્ષિત અનુભવ કરી રહ્યો છે.’


Share this Article