ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. તેઓ રૂરકી જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો છે. તેના અકસ્માતની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પંતના અકસ્માતનું મુખ્ય કારણ સામે આવ્યું છે. તે પોતે જ કાર ચલાવતો હતો અને એકલો હતો. પંતે કહ્યું કે તેને ઉંઘ આવી હતી જેના કારણે આ અકસ્માત થયો છે.
ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની BMW કારને રૂરકીમાં અકસ્માત નડ્યો હતો. મહત્વની વાત એ છે કે તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો અને એકલો હતો. તેના અકસ્માતનું કારણ સામે આવ્યું છે. પંતે કહ્યું કે તેને નિદર આવવા લાગી અને તેના કારણે સંતુલન બગડ્યું. કાર રેલ સાથે અથડાઈ હતી. કારનો કાચ તોડીને પંત બહાર આવ્યો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. પંતને લઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
પંતને ઉંઘ આવી અને અકસ્માત થયો
ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. આમાં તેને ઘણી ઈજાઓ થઈ છે. આ દુર્ઘટના રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં રૂરકી પરત ફરતી વખતે બની હતી. પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. ભારતીય સ્ટાર ક્રિકેટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ગંભીર ઈજાઓ દેખાઈ રહી છે.
ઋષભને ગંભીર ઈજાઓ થઈ
જણાવી દઈએ કે રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે.