Gujarat News : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને દિલ્હીના યુવકને બેભાન કરીને લૂંટી લીધો હતો. યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઠગ લૂંટારાની ધરપકડ કરી છે. આરોપી ગોવિંદ મદારી અને પ્રકાશ મદારી છે, બંને સગા ભાઈઓ છે અને લૂંટ, ચોરી કરવામાં નિષ્ણાંત છે.
ઘટના એવી છે કે નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીનો માર્કેટિંગ મેનેજર મુકેશ કુકરેતી એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યો હતો, અને હોટેલમાં રોકાયો હતો. અમદાવાદનું કામ પૂર્ણ કરી મુકેશ બીજે દિવસે વડોદરા જવા નીકળ્યા હતા. પોતાની હોટલથી મેટ્રો સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યો હતો તે દરમિયાન નારણપુરા ઈન્કમટેકસ અંડરબ્રિજ પાસે એક કાર ચાલકે મુકેશ પાસે સરનામું પૂછવાના બહાને પોતાની કાર ઊભી રાખી અને કાર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિએ મુકેશનો હાથ પકડી કહ્યું કે, તમારા હાથમાં સરસ સુગંધ આવે છે.
એટલું જ કહેતા મુકેશ પોતાનો હાથ સુંઘતા જ બેભાન થઈ ગયો હતો અને કાર ચાલકે મુકેશની સોનાની વિટી અને રોકડા રૂપિયા 18 હજાર લઇને નાસી છૂટ્યા હતા. મુકેશએ દિલ્લી પહોંચી ઓનલાઇન અરજી કરી હતી અને એક મહિના બાદ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરામાં દશામા મહોત્સવ દરમિયાન દુર્ઘટના : મહી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે 5 યુવકો ડૂબી જવાથી મોત
રાજકોટના કારીગરોની PMને ભેટ, ડાયમન્ડ, મીના, પાઈન લાકડાનો ઉપયોગ કરી તૈયાર કર્યા ત્રણ ખાસ પ્લેન, જુઓ તસ્વીર
અમદાવાદમા તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત! નબીરાએ BMW થી સર્જ્યો અકસ્માત
ધરપકડ કરવામાં આવેલા આરોપી ગોવિંદ મદારી અને તેનો ભાઈ પ્રકાશ મદારીની પૂછપરછમાં સામે આવ્યું કે બંને ભાઈઓ કોઈ પણ વ્યક્તિ પાસેથી લૂટ કરવાના ઇરાદે નીકળ્યા હતા. ગોવિંદ મદારીએ શરીર ઉપર ભભૂત લગાડી હતી. સાધુ બાવા જેવો વેશ ધારણ કર્યો હતો અને હાથમાં અત્તર જેવી સુગંધિત પ્રવાહી છાંટ્યું હતું કે જેનાથી સામેની વ્યક્તિ થોડી વાર માટે બેભાન થઈ જાય. હાલતો પોલીસે મુકેશની ફરિયાદને આધારે બંને ભાઈઓની ધરપકડ કરી છે, તેમજ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સામે આવ્યું હતું કે, બંને ભાઈઓએ અગાઉ પણ બોડકદેવ વિસ્તારમાં છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.