રોહિત શર્મા મોટું એક્શન લેવાની તૈયારીમાં, એકસાથે 5 ખેલાડીઓને ટીમમાંથી ઘરભેગા કરી દેશે, વિરાટનો દોસ્ત પણ શામેલ

Lok Patrika Desk
By Lok Patrika Desk
cricket
Share this Article

IND vs WI: ભારતીય ક્રિકેટ ટીમ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે, જેના માટે BCCIએ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન ઓપનર રોહિત શર્મા પાસે છે, જ્યારે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેને બનાવવામાં આવ્યો છે. રોહિત આ ટીમમાંથી 5 ખેલાડીઓને બાકાત રાખશે.

cricket

પહેલું નામ વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનનું છે. વાસ્તવમાં ટેસ્ટ ટીમમાં 2 વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેએસ ભરત અને ઈશાન કિશનનો સમાવેશ થાય છે. ભરત તાજેતરની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ-2023) મેચનો પણ ભાગ હતો. ભલે તે ઓસ્ટ્રેલિયા સામે કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ વિકેટકીપિંગ સારી હતી. રોહિત તેને ફરીથી તક આપે તેવી પૂરી શક્યતા છે.

cricket

બિહારના ગોપાલગંજના ફાસ્ટ બોલર મુકેશ કુમારને અગાઉ પણ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. 29 વર્ષીય મુકેશે અત્યાર સુધી 39 ફર્સ્ટ ક્લાસ મેચમાં 149 વિકેટ ઝડપી છે પરંતુ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી શક્યો નથી.

cricket

30 વર્ષીય ઝડપી બોલર નવદીપ સૈનીને પડતો મુકવાનો નિર્ણય રોહિત માટે આસાન નહીં હોય. IPLમાં વિરાટ કોહલી સાથે RCB ટીમ માટે રમી ચૂકેલા નવદીપે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 2 ટેસ્ટ મેચ રમી છે અને આ ફોર્મેટમાં 4 વિકેટ લીધી છે. તેણે 8 ODI અને 11 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે. નવદીપ કરતાં જયદેવ ઉનડકટને પસંદ કરી શકાય છે.

cricket

ગુજરાતમાં રહેતા ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. આ 29 વર્ષીય ઓલરાઉન્ડર ઉપરાંત ટીમમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ પણ છે. આવી સ્થિતિમાં અક્ષરને તક મળવી મુશ્કેલ લાગે છે.

આ પણ વાંચોઃ

સસરાને એવી તો શું દાઝ ચડી કે વહુને મારી નાખી, હત્યા કરીને લાશને ચૂંદડીથી પંખા સાથે લટકાવી દીધો, પછી પોલીસે…

ઓડિશામાં ટ્રેન અકસ્માત બાદ 2 બસો સામસામે અથડાતાં 11 લોકોનાં મોત, લગ્નની ખુશી મોતના માતમમાં ફેરવાઇ, 20 ઘાયલ

હિમાચલમાં અનરાધાર વરસાદ હમીરપુર, શિમલા અને સોલનમાં વાદળ ફાટ્યું, 72 કલાકમાં હિમાચલમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો, 6ના મોત, 12 વાહનો તણાયા

cricket

21 વર્ષીય યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે તેના ડેબ્યુની શક્યતા હાલ દેખાતી નથી. તેનું મુખ્ય કારણ ટીમમાં ઋતુરાજ ગાયકવાડની હાજરી છે. બંનેને અનુભવી ચેતેશ્વર પૂજારાની જગ્યાએ ટીમમાં તક મળી અને તેમાંથી એક ટેસ્ટ ફોર્મેટમાં નંબર-3 પર રમતા જોવા મળી શકે છે. યશસ્વીએ તાજેતરમાં IPLમાં અદ્ભુત પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સ માટે ટોપ સ્કોરર બન્યો.


Share this Article