યે હુઈ ના બાત… સચિનના દીકરા અર્જુન તેંડુલકરે પહેલી જ મેચમાં જોરદાર સદી ફટકારી, પિતાના રેકોર્ડ જેવો જ રેકોર્ડ કરી નાખ્યો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

અત્યાર સુધી અર્જુન તેંડુલકરને માત્ર સચિન તેંડુલકરના પુત્ર તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ હવે આ યુવા ખેલાડીએ બુધવારે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. અર્જુન રણજી ટ્રોફીની પોતાની પહેલી જ મેચમાં સેન્ચુરીયન બની ગયો છે. રાજસ્થાન સામેની મેચના બીજા દિવસે ડાબોડી બેટ્સમેને સદી ફટકારી હતી. અર્જુને તેની સદીની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

અર્જુન તેંડુલકરે તેના પિતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. અર્જુને તેની પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી હતી. તેને સંયોગ કહો કે જે કહો એ… ડિસેમ્બર મહિનો તેંડુલકર પરિવાર માટે લકી મહિનો હતો. આ પહેલા સચિને ડિસેમ્બર 1988માં ગુજરાત સામે અણનમ 100 રન બનાવ્યા હતા. ફરક માત્ર એટલો છે કે તે સમયે સચિન માત્ર 15 વર્ષનો હતો, પરંતુ હવે અર્જુન 23 વર્ષનો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં, અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે, જોકે તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. મિની હરાજી પહેલા તેને મુંબઈએ જાળવી રાખ્યો હતો. અર્જુન તેંડુલકર રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પહેલા ખાસ તાલીમ લઈ રહ્યો હતો. વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પોતે જુનિયર તેંડુલકરને ક્રિકેટ શીખવતા હતા.


Share this Article