એમને સ્પીકર બનાવીને રાજકારણનું કરિયર ખતમ કરી નાખો… શંકર ચોધરી સાથે રમાઈ સૌથી મોટી રાજ રમત, જાણીને તમને ઝાટકો લાગશે

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને લઈને હાલમા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેઓ ફરી એકવાર સાઈડલાઈન થઈ જાય તેવૂ ચર્ચા છે કારણ કે ગુજરાત વિધાનસભામાં સ્પીકરપદને લઈને મતભેદ થઈ રહ્યા છે. આ અગાઉ ગણપત વસાવા અને રાજેન્દ્ર ત્રિવેદી સ્પીકર હતા. જો કે બાદમા તેમને સ્પીકરપદેથી ખસેડીને મંત્રી બનાવાયા.તાજેતરની ચૂટણી બાદ શંકર ચૌધરીને મંત્રી બનાવવાની ચર્ચા હતી.

આ અંગે વાત કરતા અમિત શાહે પોતે કહ્યુ હતુ કે તમે એમને ધારાસભ્ય બનાવો અમે મંત્રીપદ આપીશું.  આ પછી પણ શંકર ચૌધરીનું નામ કેબિનેટ પદમા જોવા મળ્યુ નથી. આ બાબતે કહેવાય છે કે એક તરફ જ્યા બનાસકાંઠા અને પાટણમાં ભાજપની હાર આ માટે જવાબદાર છે અને બીજી તરફ શંકર ચૌધરીને આપવામા આવેલો કેટલીક સીટો જીતાડવાના ટાર્ગેટ પૂરા ન થતા તેમને  કેબિનેટમા જગ્યા મળી નથી.

આ સિવાય શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષનું પદ માટે બંધબેસે છે. ઈતિહાસમા આ પદની વાત કરીએ તો આ પદ પર બેસનારની કારકીર્દીને ગ્રહણ લાગતું આવ્યુ છે. નીમાબેન આચાર્ય  સ્પીકર બનતા તેમને ટિકિટ અપાઈ ન હતી. સ્વ.અશોક ભટ્ટ અને વજુભાઈ વાળાના કેસમા  પણ આવુ જ હતુ. આ બાદ હવે શંકર ચૌધરીને પણ અધ્યક્ષ બનાવીને તેમને સાઈડલાઈન કરી દેવાયા છે. હવે આ ઉથલપાથલ શંકર ચૌધરી માટે કેટલી ફાયદામા રહે છે કે નૂકશાન વેઠવુ પડે છે તે આવનરા સમયમા જોવુ રહ્યુ…

 

 

 


Share this Article
Leave a comment