Breaking: ભાવનગરમાં મોટી દુર્ઘટના, સ્લેબ પડતાં બેન્કો અને દુકાનો દટાઈ ગઈ, કેટલાય લોકોને ગંભીર ઇજા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Desk Editor
By Desk Editor
Breaking news.. Lokpatrika.. Sad News For Bhavnagar City
Share this Article

Gujarat News : જૂનાગઢ બાદ ભાવનગર શહેરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે, અને બચાવ કામગીરી હાથ ધરી છે. ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 લોકોના રેસ્ક્યુ કરાયા છે. હજુ 10થી 15 લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે.

કાટમાળ હટાવવા માટે JCB મશીનની પણ મદદ લેવામાં આવી છે. તો ફાયરની ટીમની સાથે સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે, ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હતું. આ બિલ્ડિંગમાં પ્રથમ ત્રણ માળમાં 200 થી વધુ દુકાનો આવેલી છે. જ્યારે બિલ્ડિંગના 5 માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી. હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિત 10 દુકાનો દબાઇ

મળતી માહિતી મુજબ બે માળની બાલ્કની ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિત 10 દુકાનો દબાઇ દઇ છે. અત્યારે તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી કરાઇ રહી છે. જોકે, કેટલા લોકો દબાયા એનો કોઇ આંકડો સામે આવ્યો નથી પણ અનેક લોકો દબાયા હોવાની શંકા છે.

સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરમિશન ફરજિયાતની ભુપેન્દ્ર પટેલની વાત પર દરેક નેતાનું જોરો-શોરોથી સમર્થન

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?

 

70 જવાનો કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહ્યા છે

​​​​​​​કમિશનરે જણાવ્યું હતું કે, માધવ હિલ કોમ્પ્લેક્ષમાં બે માળની બાલ્કની ધરાશાયી થતાં 17થી 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણએ હજી અંદર એક બહેન દટાયા હોવાની આશંકા છે. અત્યારે અમારા 70 જવાનો કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. તાત્કાલિક આ કાટમાળ હટાવવામાં આવશે.​​​​​​


Share this Article
TAGGED: