બહુ છંછેડી કુદરતને, હવે મજા કર!
રહેંશી એની રહેમતને, હવે મજા કર!
કાપ્યા ઊભા ઝાડવા, ને વાવ્યા મોટા મૉલ,
કરી વેરાન ધરતીને, હવે મજા કર!
સ્વિચમાં રાખી ઋતુને, કેદ કરી મોસમને,
ખોર્યુ એના કેલેન્ડરને, હવે મજા કર!
શાંત જળમાં કર્યે, રાખ્યા જબ્બર કાંકરીચાળા,
ઉછળ્યા છે સૌ ડુબાડવાને હવે મજા કર!
દક્ષા રંજન
અમદાવાદ