આ એક્ટરના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો, માત્ર 16 વર્ષની દિકરીએ કર્યો આપઘાત, સામે આવ્યું આ મોટું કારણ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
2 Min Read
Share this Article

Vijay Antony’s daughter dies by suicide : આજે સવારે દક્ષિણ મનોરંજન જગતમાં એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, સાઉથના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટનીની (Vijay Antony) 16 વર્ષીય પુત્રી મીરા એન્ટોનીએ આત્મહત્યા કરી લીધી છે. મંગળવારે સવારે આવેલા આ સમાચારે સમગ્ર ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. જાણકારી મુજબ સવારે 3 વાગ્યાની આસપાસ વિજયને દીકરીની આત્મહત્યાના સમાચાર મળ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

 

 

રિપોર્ટ્સ અનુસાર, જ્યારે વિજય સવારે 3 વાગ્યે તેની પુત્રીના રૂમમાં ગયો, ત્યારે તે લટકતી મળી આવી હતી. આ પછી વિજય સ્ટાફને મદદથી દીકરીને હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વિજયની પુત્રી ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની હતી. મંગળવારે સવારથી જ સમગ્ર મનોરંજન જગતમાં આ સમાચારને લઇને શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

 

વિજય સાઉથ સિનેમાનું જાણીતું નામ છે. 24 જુલાઈ, 1975ના રોજ જન્મેલા વિજયે પોતાની કારકિર્દીની શરૂઆત સાઉન્ડ એન્જિનિયર તરીકે કરી હતી. આ પછી તેણે સંગીત પણ કંપોઝ કરવાનું શરૂ કર્યું હતું. વિજયે નાન ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. 2006માં એન્ટનીએ ફાતિમા સાથે લગ્ન કર્યા હતા. વિજયની દીકરીના મોતના સમાચાર આવ્યા બાદથી જ તેના ઘરમાં પરિચિતોની ભરમાર થવા લાગી છે.

 

નોઇડામાં 21 અને 22 સપ્ટેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ રહેશે, આ કારણે લેવામાં આવ્યો નિર્ણય

ગણેશ ચતુર્થી પહેલા ટાઈગર શ્રોફે શેર કર્યો ‘ગણપત’નો ફર્સ્ટ લૂક, કૃતિ સેનન સાથે ફરી જોવા મળશે

BREAKING: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે

 

વિજયના નજીકના મિત્રો આ સમાચાર પર વિશ્વાસ કરી શકતા નથી. વિજયના ઘરે મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગ્યા છે. સાથે જ વિજયના નજીકના મિત્રો આ દુખદ સમાચારની જાણકારી સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે, અને દીકરીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

 

 

 

 

 


Share this Article